ભારતીય સેનાની આક્રમક કાર્યવાહીને કારણે કાશ્મીર ખીણમાં આતંકવાદીઓની કમર તૂટી ચુકી છે. ભારતીય સેનાએ કાશ્મીરમાં આ વર્ષે અત્યાર સુધીમાં બસ્સોથી વધારે ધરતી પરના સ્વર્ગને નર્ક બનાવનારા આતંકવાદીઓને જહન્નુમની સેર કરવા માટે મોકલી દીધા છે. ભારતીય સેના દ્વારા 2017માં આતંકવાદીઓના સફાયા માટે ઓપરેશનની શરૂઆત કરવામાં આવી હતી.
મંગળવારે ભારતીય સેનાએ કેરન સેક્ટરમાં વધુ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. તેની સાથે જમ્મુ-કાશ્મીરમાં ઠાર થનારા દહેશતગર્દોનો આંકડો બસ્સોને પાર પહોંચી ચુક્યો છે. 2018નું વર્ષ પૂર્ણ થવામાં હજી દોઢ માસનો સમયગાળો બાકી છે. સેનાનું ઓપરેશન ચાલુ હોવાને કારણે તેમાં નિશ્ચિતપણે વધારો થવાનો છે.
સુરક્ષાદળોની કાર્યવાહીમાં માર્યા ગયેલા આતંકવાદીઓ લશ્કરે તૈયબા, હિઝબુલ મુજાહિદ્દીન અને જૈશ-એ-મોહમ્મદ જેવા પાકિસ્તાન પ્રેરીત અને પોષિત આતંકી જૂથોના હતા. 2018માં ઠાર થનારા આતંકવાદીઓમાં હિઝબુલ મુજાહિદ્દીનના 49, લશ્કરે તૈયબાના 53, જૈશ-એ-મોહમ્મદના 32, અંસાર ગજવત ઉલ હિંદના ત્રણ, તહરીક ઉલ મુજાહિદ્દીનના છ, અલ બદ્રના બે અને 54 અજ્ઞાત આતંકીઓ ઠાર કરવામાં આવ્યા છે. ભારતીય સેનાએ 43 વિદેશી અને 102 સ્થાનિક આતંકવાદીઓને ઠાર કર્યા છે.
2018માં સેનાની કાર્યવાહીમાં ઠાર થનારા આતંકવાદીઓમાં સીમાપારથી ઘૂસણખોર કરનારા આતંકીઓ સિવાય સ્થાનિક આતંકવાદીઓ પણ સામેલ છે. સેનાએ કાશ્મીર ખીણમાં 2017માં ઓપરેશન ઓલઆઉટ શરૂ કર્યું હતું. સેનાએ વિદેશી આતંકવાદીઓ અને સ્થાનિક આતંકવાદીઓના ખાત્મા માટે અલગ-અલગ રણનીતિઓ અખત્યાર કરી છે.
રમઝાન માસમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી પર સુરક્ષાદળોએ માનવીય પાસાઓને ધ્યાનમાં રાખીને એકતરફી રોક લગાવી હતી. અમરનાથ યાત્રા માટે પણ સુરક્ષાનો કડક બંદોબસ્ત કરાયો હતો. સ્થાનિક આતંકવાદીઓને કોઈપણ સમયે પોતાના પરિવાર પાસે પાછા આવીને મુખ્યપ્રવાહમાં જોડાવા માટે પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો.
માર્ચ-2018માં સેનાને અબુ મતીન અને અબુ હમાસના ખાત્માને કારણે મોટી સફળતા મળી હતી. પહેલી એપ્રિલે સુરક્ષાદળોએ શોપિયાંમાં સમીર અહમદ ભટ ઉર્ફે સમીર ટાઈગરને ઠાર કર્યો હતો. બાદમાં મે-જૂન અને જુલાઈમાં સમીર પડ્ડાર, અબુ કાસિમ અને અબુ માવિયા જેવા ખૂંખાર આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો હતો.
- જાણો બાફેલા દેશી ચણા ખાવાના ફાયદા, દિવસમાં એક વખત ભોજનમાં કરો સામેલ
- તમાલપત્રની મદદથી દરેક મનોકામના પૂર્ણ થશે, આજે જ કરો આ ઉપાયો
- ઓડિશા રેલવે અકસ્માત / રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઘટનાસ્થળે પહોંચીને માહિતી લીધી, જાણો વિપક્ષના સવાલ પર શું કહ્યું
- BSF / બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં ભરતી માટે કઈ લાયકાત છે જરૂરી? ઉમેદવારની પસંદગી કેવી રીતે થાય છે?
- ઓડિશામાં રેલવે દુર્ઘટનાના પગલે મુખ્યમંત્રીએ એક દિવસનો રાજકીય શોકની કરી જાહેરાત, ગોવા-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસનો ઉદ્ઘાટન સમારોહ રદ
ઓક્ટોબરમાં સેનાએ 27 આતંકીઓને ઠાર માર્યા હતા. જેમાં મન્નાન વાની, મેહરાજુદ્દીન બાંગરુ અને સબ્જાર અહમદ સોફી પણ સામેલ છે. કાશ્મીરીઓને અશાંતિના માર્ગ પર લઈ જવાની પાછળ પાકિસ્તાનનો દોરીસંચાર છે. પાકિસ્તાન સીમાપારથી આતંકવાદીઓને મોકલવાની સાથે કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓને પાર પાડે છે.