GSTV

જમ્મુ કાશ્મીરમાં ફરી પાકે કરી ફાયરિંગ, એક જવાન શહીદ

army

Last Updated on June 26, 2019 by Mayur Vora

જમ્મુ કાશ્મીરમાં ફરીવાર પાકિસ્તાને અવળચંડાઈ શરૂ કરી છે. જમ્મુ કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાની સ્નાઈપર્સે કરેલા ફાયરિંગમાં એક જવાન શહીદ થયા છે. છેલ્લા ચાર દિવસમાં સ્નાઈપર્સે ચાર જવાનનો જીવ લીધો છે. પાકિસ્તાને કરેલા ફાયરિંગમાં લાન્સ નાયક એન્ટી સેબસ્ટિયન કે એમ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે બાદ તેમનું સારવાર દરમ્યાન મોત થયુ હતુ.

સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે સોમવારે સવા પાંચ વાગ્યે કૃષ્ણા ઘાટીના મેંઢરમાં પાકિસ્તાને ફાયરિંગ શરૂ કર્યુ હતુ. જેમા એક જવાન શહીદ અને બે જવાન ઘાયલ થયા હતા. આ પહેલા શનિવારે અને રવિવારે રાજોરીના સુંદરબની, નૌશારા અને અખનુર સેક્ટરમાં પાકિસ્તાને ફાયરિંગ કર્યુ હતું. જેમા ત્રણ જવાન શહીદ થયા હતા.

Related posts

શેરબજારમાં આગઝરતી તેજી: નિફ્ટી 16 હજારના આંકડા સાથે ઐતિહાસિક સ્તરને પાર, જાણો આ તેજીના મુખ્ય કારણો

pratik shah

અન્નોત્સવ દિવસની ઉજવણી / હજુ દિવાળી સુધી ગરીબોને મળશે મફત અનાજ, PM મોદીનો લાભાર્થીઓ સાથે સીધો સંવાદ

Dhruv Brahmbhatt

ફિટ ઈન્ડિયા ક્વીઝ: KBC માફક મોદી સરકાર લાવી રહી છે વિદ્યાર્થીઓ માટે આ ક્વીઝ, જીતનારા વિદ્યાર્થીને મળશે 3 કરોડનું ઈનામ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!