જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા વધી રહ્યા છે, ગયા વર્ષે આતંકી હુમલા અને સરહદે પાક. ગોળીબાર બન્નેનું પ્રમાણ અગાઉના વર્ષ કરતા વધુ જોવા મળ્યું હતું. સરકારે સંસદમાં આપેલા આંકડામાં જણાવ્યું હતું કે ગયા વર્ષે ૨૦૧૮માં શસ્ત્ર વિરામ ભંગની ૨૧૪૦ ઘટના સામે આવી હતી. જેમાં સૌથી વધુ નુકસાન બીએસએફને થયું હતું, આ સમયગાળામાં જ બીએસએફના ૧૪ જવાન શહીદ થયા છે. જ્યારે અન્ય ૫૩ ઘવાયા હતા. લોકસભામાં કેન્દ્રીય પ્રધાન હંસરાજ આહીરે આ માહિતી આપી હતી.
જમ્મુ-કાશ્મીરમાં સૈન્યના જવાનો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં 2 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. બડગામમાં સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં લશ્કરના કમાન્ડર અબુ માઝ સહિત બે આતંકીઓને ઠાર કરાયા છે. આતંકીઓ પાસેથી મોટા પાયે હથિયારો તેમજ વિસ્ફોટક સામગ્રી મળી આવી છે.

સરકારના આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે ૨૦૧૭ની સરખામણીએ ૨૦૧૮માં શસ્ત્ર વિરામ ભંગનું પ્રમાણ વધુ હતું, જેમ કે ૨૦૧૭માં શસ્ત્ર વિરામ ભંગનું પ્રમાણ ૯૭૧ હતું જે બીજા જ વર્ષે ડબલ થઇ ગયું હતું. ૨૦૧૭માં બીએસએફના ચાર જવાન શહીદ થયા હતા. જોકે સૈન્યના જવાનો કેટલા શહીદ થયા હતા તેની માહિતી આ દરમિયાન જાહેર નથી કરાઇ પણ અગાઉ આંકડા આપવામાં આવ્યા હતા.
પાકિસ્તાન સૈન્ય દ્વારા રોજ શસ્ત્ર વિરામનો ભંગ કરવામાં આવી રહ્યો છે. ગયા વર્ષે જે આંકડા જારી કરવામાં આવ્યા તે મુજબ રોજ સરેરાશ સાત વખત પાકિસ્તાન સરહદે ગોળીબાર કરી રહ્યું છે. અને આ વર્ષે ૨૦૧૯માં પણ તેનું પ્રમાણ ગયા વર્ષ જેટલુ જ સામે આવ્યું છે.
બીજી તરફ સૈન્ય દ્વારા કાશ્મીરમાં આતંકીઓ સામેનું અભિયાન પણ ચાલી રહ્યું છે, જેમાં સૈન્યને મોટી સફળતા મળી રહી છે અને અનેક આતંકીઓ પણ ઠાર મારવામાં આવ્યા છે.
- આંધ્રપ્રદેશમાં સીએમ જગમોહનના કાકાની મર્ડર મિસ્ટ્રી શું ચૂંટણીના પરિણામો બદલી શકશે?
- અમેરિકામાં રહે છે વિશ્વની સૌથી ઉંમરલાયક મરઘી, આ છે તેની વધુ ઉંમરનું કારણ, જાણશો તો નવાઈ લાગશે
- મોટા સમાચાર / કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો પાસેથી માંગ્યા રિપોર્ટ, ખેડૂતોને વળતર મળવાની આશા
- 28 માર્ચના રોજ જોવા મળશે આકાશમાં આ ઘટના, સૂર્ય આથમતી વખતે દુરબીન હોય કે ના હોય તૈયાર રહેજો
- રાજકારણ / મમતા-અખિલેશ જોડાણ મુદ્દે કોંગ્રેસનો અહંકાર, કોંગ્રેસ વિના વિપક્ષનો કોઈ મોરચો શક્ય નથી!
ગયા વર્ષે શ્રીનગરની હોસ્પિટલમાંથી લશ્કરે તોયબાના આતંકી નાવેદ બટ્ટને નાસી છુટવામાં અન્ય એક આતંકી અને મુખ્ય કાવતરાખોર હિલાલ એહમદે મદદ કરી હતી. સૈન્યએ આ હિલાલ એહમદને પણ મંગળવારે હાથ ધરાયેલા ઓપરેશનમાં ઠાર માર્યો છે. જ્યારે અન્ય આતંકીઓની શોધખોળ જારી કરવામાં આવી છે.