GSTV
Home » News » સૈન્યની તાકાત વધારવા ભારત કરી રહ્યું છે કંઈક આવુ, સેનાની સુરક્ષામાં થશે વધારો

સૈન્યની તાકાત વધારવા ભારત કરી રહ્યું છે કંઈક આવુ, સેનાની સુરક્ષામાં થશે વધારો

ચેન્નઈમાં ચાલી રહેલા ડિફેન્સ એક્સ્પો 2018 દ્વારા ભારત પોતાની સૈન્ય શક્તિ વધારવા મથી રહ્યું છે. ભારત નદી અથવા તો દરિયામાંથી જ ટેક ઓફ કે લેન્ડિંગ કરનારું એરક્રાફ્ટ લાવવા માંગે છે. જેથી સેનાની સુરક્ષા શક્તિમાં વધારો થશે.

નદી અથવા તો દરિયામાંથી જ ટેક ઓફ અને લેન્ડિંગ કરનારુ વિશેષ એરક્રાફ્ટ હવે ભારતમાં પણ બની શકે છે. મેડ ઈન ઈન્ડિયાની નીતિ હેઠળ ટેક્નોલોજી ટ્રાન્સફરના માધ્યમથી આ કામ કરવાની સરકારની યોજના છે. મહિન્દ્રા ગ્રૂપે જોઈન્ટ વેન્ચર એગ્રિમેન્ટ હેઠળ આવા એરક્રાફ્ટ બનાવવાની જાહેરાત કરી છે. મહિન્દ્રાએ જાપાનની શિનમાયવા ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ સાથે કરેલા કરાર મુજબ દેશમાં જ જમીન અને પાણીમાંથી ઉડાન ભરવામાં સક્ષમ યુએસ-ટુ બનાવી શકાશે. આ ઉપરાંત મહિન્દ્રા દ્વારા આ એરક્રાફ્ટના મેન્ટેનન્સ. રિપેર અને ઓવરહોલિંગ માટે યુનિટ્સ પણ સ્થાપવામાં આવશે.

યુએસ-ટુ અત્યંત મુશ્કેલ દરિયાઈ ઓપરેશનો દરમ્યાન પણ ઉપયોગમાં લઈ શકાય છે. આ દરિયામાં ત્રણ મીટર ઉંચે ઉઠતી લહેરો વચ્ચે પણ ઓપરેશનને અંજામ આપી શકે છે. એટલુ જ નહીં કોઈ સરોવર અથવા નદી કિનારે લેન્ડ કરવામાં અને ભારે વજન ઉપાડવામાં પણ તે સક્ષમ છે. હિન્દ મહાસાગરમાં પણ ભારત માટે તે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. જાપાનની મેરિટાઈમ ડિફેન્સ ફોર્સ છેલ્લા ઘણા વર્ષોથી તેનો ઉપયોગ કરે છે. જમીન અને પાણી ઉપર લેન્ડ અને ટેકઓફ કરવામાં સક્ષમ છે.

મધદરિયે સર્ચ અને રેસ્ક્યુ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. એક એરક્રાફ્ટમાં 11 ક્રુ મેમ્બર્સ હોય છે. ચાર એન્જિનવાળું ટર્બો પ્રોપેલર એરક્રાફ્ટ 560 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ સ્પીડે ઉડી શકે છે. એક જ ઉડાન દરમ્યાન 4 હજાર 700 કિલોમીટર દૂર જવામાં તે સક્ષમ છે. જમીન કરવા પાણી ઉપરથી ઓછા ટેકઓફ અને લેન્ડિંગ ડિસ્ટન્સમાં તેને સફળતા પૂર્વક લેન્ડ કે ટેકઓફ કરી શકાય છે. 113 મિલિયન ડૉલરના ખર્ચે એક એરક્રાફ્ટ તૈયાર થાય છે. ભારતને 12 થી 18 યુએસ-ટુ એરક્રાફ્ટની જરૂર છે. આંદામાન નિકોબારના દરિયામાં તેને તૈનાત કરવાની યોજના છે.

મહિન્દ્રાએ ઈઝરાયલની કંપની એરોનોટિક્સ સાથે પણ એમઓયુ સાઈન કર્યા છે. જે હેઠળ ભારતીય નેવી માટે શિપબોર્ન માનવરહિત એરક્રાફ્ટ્સ તૈયાર કરવા કરાર થયા છે. ઈઝરાયલની કંપની એરોનોટિક્સ વિશ્વભરમાં યુએવી મેન્યુફેક્ચરીંગ કરનારી ટોચની કંપનીઓમાંથી એક છે. આ કંપની વિશ્વના અન્ય દેશોને યુએવી વેચે છે.

Related posts

કોંગ્રેસની ટિકિટ પર નિર્ભયાની માતા ચૂંટણી લડશે ? આશાદેવીએ આપી આ પ્રતિક્રિયા

Ankita Trada

સ્વીટ માર્ટ કે ઝેર માર્ટ : આ મિઠાઈની દુકાનનો વીડિયો જોયા બાદ મિઠાઈ ખાતા પહેલા હજાર વખત વિચારશો

Nilesh Jethva

પાકિસ્તાનના વડાપ્રધાને ફરી વખત આર્ટિકલ 370નો રાગ આલાપ્યો, કહ્યું…

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!