GSTV

શરમજનક/ શોંપિયા એન્કાઉન્ટરમાં મજૂરોને આતંકી બતાવીને મારી નખાયા, સેનાએ આપ્યો જવાનો પર કાર્યવાહીનો આદેશ

સેનાએ શુક્રવારે મોટો નિર્ણય લેતાં જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં એન્કાઉન્ટર દરમિયાન નિયમોની અવહેલના – ઉલ્લંઘનમાં શિસ્તબદ્ધ – શિક્ષાત્મક કાર્યવાહીના આદેશ આપ્યા છે. આર્મીની કોર્ટ ઓફ ઇન્કવાયરીએ જવાનોને દોષી માનતા તેમની સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. શોપિયનની ઘટના જુલાઈ 2020 ની છે. એક એન્કાઉન્ટરમાં જેટલા પણ જવાનો સામેલ હતા તે તમામ સૈનિકો સામે અનુશાસનાત્મક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. સેના તરફથી કહેવામાં આવ્યું છે કે પ્રથમ નજરમાં એવું લાગે છે કે એન્કાઉન્ટરમાં સામેલ સૈનિકોએ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. આ ઘટનામાં જે લોકો માર્યા ગયા છે તે મજૂર પરિવારના હતા.

આ ઘટનાનો ભોગ બનેલા લોકોએ સેનાની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા

તમને જણાવી દઈએ કે, આ ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારજનોએ સેનાની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા હતા અને ત્રણ લોકોના પીડિત પરિવારે આક્ષેપ કર્યો હતો કે તે નકલી એન્કાઉન્ટર છે. આ ઘટનામાં માર્યા ગયેલા લોકોને આતંકવાદ સાથે કોઈ લેવા-દેવા નહોતી. જે ત્રણ લોકો માર્યા ગયા હતા તે ત્રણેય લોકોનો ડીએનએ રિપોર્ટ આવવાનો બાકી છે.

આ વર્ષે જુલાઈમાં આ એન્કાઉન્ટરમાં ત્રણ લોકો માર્યા ગયા હતા

સૈન્યના જણાવ્યા અનુસાર, પ્રથમદર્શી પુરાવાઓ મળ્યા છે કે સૈનિકોએ શોપિયાંમાં એન્કાઉન્ટરમાં અફસ્પા (એએફએસપીએ) હેઠળ મળેલ સત્તાઓનું ઉલ્લંઘન કર્યું છે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે જુલાઈમાં આ એન્કાઉન્ટરમાં ત્રણ લોકો માર્યા ગયા હતા. બાદમાં પરિવારના સભ્યોની ફરિયાદના આધારે સેનાએ તેની તપાસ શરૂ કરી હતી.

દોષીઓને કડકમાં કડક સજા થવી જોઈએ

સૈન્યની કાર્યવાહી પર જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફ્રસ નેતા ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કર્યું છે. અબ્દુલ્લાએ કહ્યું છે કે જે ત્રણ લોકોની હત્યા થઈ તેના પરિવારજનો પોતાની નિર્દોષતા સાબિત કરી રહ્યા છે. હવે સેનાએ જ્યારે અનુસાશનાત્મક – શિસ્તપૂર્ણ કાર્યવાહી શરૂ કરી છે, તો એનાથી એટલું તો નિશ્ચિત છે કે તે પીડિત પરિવારની વાતો સાથે સહમત છે. દોષીઓને કડકમાં કડક સજા થવી જોઈએ.

ફરિયાદ મળ્યા બાદ આર્મી એક્ટ હેઠળ તપાસ શરૂ કરવામાં આવી

આ અંગે સંરક્ષણ પીઆરઓએ જણાવ્યું હતું કે અમ્શીપોરા, શોપિયાં ઓપરેશનને લઈને આર્મીની તપાસ પૂરી થઈ ગઈ છે. તેમાં પ્રથમદર્શી સંકેત મળ્યા છે કે ઓપરેશન દરમિયાન અફસ્પાની સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો અને સુપ્રીમ કોર્ટે આપેલી સૂચનાઓને અવગણવામાં આવી હતી. આ ઘટના અંગે ફરિયાદ મળ્યા બાદ આર્મી એક્ટ દરમિયાન તપાસ શરૂ કરવામાં આવી હતી. પ્રથમ દષ્ટિએ જે દોષી મળ્યા તેમની સામે અનુશાસનાત્મક કાર્યવાહીના આદેશ અપાયા છે.

READ ALSO

Related posts

કોરોના વેક્સિન મુદ્દે PM મોદીનું મોટુ નિવેદન, દરેક લોકોને મળશે કોરોના વેક્સિન, કોઈને બાકાત નહીં રખાય

Mansi Patel

આ દેશના પીએમની પત્ની અને દીકરો ઉતરશે યુદ્ધમાં, ખૂંખાર આર્મીની બનાવી રહ્યા છે અલગથી ટીમ

pratik shah

ફાયદાની વાત/ સોનાની જ્વેલરી ખરીદતી વખતે રાખો આ 3 બાબતોનું ધ્યાન, જ્વેલર ગેરમાર્ગે નહી દોરી શકે, પૈસાની પણ થશે બચત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!