કાશ્મીર: LoC પાસે રાજૌરીમાં બ્લાસ્ટ, વધુ એક સૈન્ય અધિકારી શહિદ

પુલવામા હુમલામાં શહિદોની અંતિમ વિદાઈ વચ્ચે વધુ એક જવાનની શહાદ થયાનાં સમાચાર મળી રહ્યા છે. કાશ્મીરનાં રાજૌરીમાં LoC પાસે આઈઈડી બ્લાસ્ટમાં એક સૈન્ય અધિકારી શહિદ થયા છે. રાજૌરીમાં એલઓસી પાસે થયેલો બ્લાસ્ટ કોણે કર્યો તે અંગેની કોઈ માહિતી મળી નથી.
40 કરતા વધુ જવાનોનાં શબ હજુ તેમનાં માદરે વતન પહોંચ્યા છે. ત્યારે પુરા દેશમાં આક્રોશ જોવા મળે છે. ત્યારે વધુ એક જવાનની શહાદત કંપાવી મુકે છે.

પુલવામા આતંકી હુમલામાં સીઆરપીએફ કાફલા પર થયેલા આતંકી હુમલામાં 40 જવાનો શહિદ થયા છે. આજે તમામ શહિદોનાં શબ તેમનાં માદરે વતન પહોંચ્યા છે. જ્યા શહિદો અમર રહોનાં નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ગુરૂવારે બપોરે પુલવામા હુમલા બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાનનો મોસ્ટ ફોરવર્ડ નેશનનો દરજ્જો છિનવી લીધો છે. ત્યાર બાદ આજે ગૃહમંત્રીની અધ્યક્ષ પદે સર્વપક્ષીય બેઠક મળી હતી. જે બેઠકમાં તમામ રાજકિય પક્ષો સરકારની સાથે છે તેવું એકસૂત્રે જણાંવ્યું હતું.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter