GSTV

ભારતીય સેનાના જવાનની સોના અને બેન્કોની લૂંટમાં સંડોવણીનો પર્દાફાશ, જુગારની લતે બનાવ્યો ગુનેગાર

Last Updated on March 8, 2020 by pratik shah

મુનષ્યને દારૂ અને જુગારની લત ક્યાંથી ક્યાં લઇ જાય છે, અને તે આ લત પૂર્ણ કરવા માટે તમામ પ્રકારની હદ પાર કરી નાખે છે તેનો વરવો અને તાજો દાખલો હરીયાણા માંથી સામે આવ્યો છે. આ ચોર ભારતીય સેનાનો એક જવાન છે. તાજેતરમાં જ હરિયાણા પોલીસે એક એવાં ડાકુ અને ચોરને ઝડપી પાડયો હતો જેણે સોનાની ચોરી અને બેન્કમાં લૂંટ (LOOT) કરી હતી. આ આરોપીએ લગભગ 20 વખત ગુના કર્યા હતા. નવાઇની વાત એ હતી કે તેને દિલ્હીના એરપોર્ટ પરથી પકડવામાં આવ્યો હતો. આ ચોર-ડાકુ છે ભારતીય સેનાનો જવાન જે હરિયાણાનો વતની છે.

મુનષ્યને દારૂ અને જુગારની લત ક્યાંથી ક્યાં લઇ જાય છે

ભારતીય સેનાનાં આ જવાને પેરા કમાન્ડરની પણ ટ્રેનિંગ લીધી હતી. પોલીસનાં ચોંકાવનારા નિવેદન આવ્યા છે. તેમનાં જણાવ્યા અનુસાર અનીલે અત્યાર સુધી 20 વખત સોનાની ચોરી કરી તો કરી સાથે સાથે તેણે કેટલીક બેન્કોને પણ નિશાને બનાવી હતી, અને તેમાં પણ લૂંટ (LOOT) મચાવી હતી. આ શખ્સ ભારતીય સેનામાં સૈનિક તરીકે જોડાયો અને પછી કમાન્ડોની પણ તાલીમ લીધી હતી. પરંતુ તેને સેનામાં જોડાયા બાદ જુગાર રમવાની લત પડી જતાં એ ચોરી અને લૂટના રવાડે ચઢી ગયો હતો.

સેનાના જવાને બેન્ક લૂંટ અને સોનાની કરી ચોરી

એના સાથીઓને પોલીસે પકડયા ત્યારે તેમનાં ગેન્ગનો લીડર સેનાનો જવાન છે, તે જાણીને પોલીસનાં પણ હોશ ઉડ્યા અને ચોંકી ગઇ હતી. 38 વર્ષના અનીલે ચોરી અને લૂંટ માટે એક ટોળકી બનાવી હતી અને તેના ઇશારે જ તમામ ગુના આચરવામાં આવ્યા હતા. ગુરૂગ્રામના બાદશાહપુર પટૌડી અને વઝીરપુરમાં અનીલની ટોળકીએ લાખો રૂપિયાનાં માલ મત્તાની ચોરીઓ કરી હતી. જ્યારે એના ત્રણ સાગરિતોને પોલીસે પહેલાં જ ઝડપી લીધા હતા. ત્યારે એ જોવાનું કે જુગારની લતના કારણે ભારતીય સેનાનો જવાન ચોર અને લૂટારૂં બની ગયો.

READ ALSO

Related posts

પાકિસ્તાન/મસ્જિદમાંથી પાણી ભરવા મુદ્દે હિન્દુ પરિવાર પર અમાનવીય ત્રાસ, પોલીસે ફરિયાદ દાખલ ન કરી

Damini Patel

Fraud / ૪૩ વર્ષ પહેલાં શેર ખરીદીને ભૂલી ગયા પિતા, તેનું મૂલ્ય 1,448 કરોડ થઈ ગયું

Damini Patel

ચીનની સૌથી મોટી રીયલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડે નાદારીના આરે, રૂ.23 લાખ કરોડનું દેવું

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!