GSTV
Gujarat Government Advertisement

પુંછ સેક્ટરના દેગવાર વિસ્તારમાં પાકિસ્તાની સેના દ્વારા સતત ફાયરિંગ, શસ્ત્રવિરામ ભંગ

Last Updated on June 30, 2019 by Alap Ramani

જમ્મુ-કાશ્મીરમાં અંકુશ રેખા પર પાકિસ્તાન દ્વારા તેની આદત બની ચુકેલી શસ્ત્રવિરામ ભંગની ઘટના ફરી એકવાર બની છે. પુંછ સેક્ટરના દેગવાર વિસ્તારમાં પાકિસ્તાની સેના દ્વારા સતત ફાયરિંગ થઈ રહ્યું છે. સવારે લગભગ સાડા આઠ વાગ્યે શસ્ત્રવિરામ ભંગ કરતા પાકિસ્તાને ગોળીબાર કર્યો છે. ભારતીય સેના દ્વારા વળતી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શનિવારે પણ એલઓસી પર ભારત અને પાકિસ્તાનની સેનાઓ વચ્ચે ફાયરિંગ થયું છે. સંરક્ષણ સૂત્રોની જાણકારી મુજબ. પાકિસ્તાની સેનાએ પુંછ જિલ્લાના દેગવાર સેક્ટરમાં ભારતીય ચોકીઓ પર કોઈપણ કારણ વગર ફાયરિંગ શરૂ કર્યું હતું. સૂત્રોનું કહેવું છે કે તેમણે નાના અને ઓટોમેટિક હથિયારો દ્વારા ભારતીય ચોકીઓ પર ફાયરિંગ શરૂ કર્યું હતું. ભારતીય સેના દ્વારા પણ વળતી કાર્યવાહીમાં પાકિસ્તાનને આકરો જવાબ આપવામાં આવ્યો છે.

 

Gujarat Government Advertisement

Related posts

મહારાષ્ટ્રમાં વધ્યો ખતરો/ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટની એન્ટ્રી પછી અઘાડી સરકાર સતર્ક, પ્રતિબંધો ફરીથી વધારવાનો કર્યો નિર્ણય

pratik shah

નરાધમનું પિશાચી કૃત્ય સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી, સગીરા સાથે દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરીને લાશ ફેંકી દીધી

pratik shah

રસીકરણ/ રાજ્ય સરકારે આપી ચેતવણી, 30 જૂન સુધી રસી નહીં લીધી તો આ તમામ સંસ્થાનો પર લાગી જશે ખંભાતી તાળા: થશે કાર્યવાહી!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!