ભારતીય સેનાને સ્વદેશી ટેક્નિકથી બનાવાયેલી 12 શોર્ટ સ્પેન બ્રિજિંગ સિસ્ટમ મળી ગઇ છે. શોર્ટ સ્પેન બ્રિજિંગ સિસ્ટમ નાની નદીઓ અને નહેરો જેવી ભૌગોલિક અડચણોને પાર કરવામાં સેના માટે મદદરૂપ સાબિત થશે. આ સિસ્ટમને ડીઆરડીઓ અને એલ એન્ડ ટી દ્વારા ડિઝાઇન કરાઇ છે

ભારતની સરહદ હજારો કિલોમીટર લાંબી છે અને તેમા કેટલાય નદી-નાળા, અને પહાડો સાથે દુર્ગમ રસ્તાઓ છે. સરહદોનું રક્ષણ કરવામાં બખ્તરબંધ વાહનોનો રસ્તો સરળ બની શકે. આ સમયે એવા પુલ કામે આવે છે જે ગણતરીની મિનિટોમાં ઊંડી ખાઈ, નાળા અને ખાડાઓ પર તૈયાર કરી શકાય. ત્યારે લશ્કરના બખ્તરબંધ એકમને આવો જ એક સાથીદાર મળી ગયો. તેમનો આ સાથીદાર તેમના માટે ગણતરીની મિનિટોમાં રસ્તો સરળ બનાવી દે છે.
This short span bridge is fully Made in India. Its production has been done by L&T & designed by DRDO. This is another step towards Aatmanirbhar Bharat. This bridge will boost the ability of the Army: Army Chief General MM Naravane during induction of short span bridge into Army pic.twitter.com/aOi4qZwJBa
— ANI (@ANI) July 2, 2021
લશ્કરી વાહન પર રાખવામાં આવેલી આ શોર્ટ સ્પાન બ્રિજિંગ સિસ્ટમ ફક્ત દસ જ મિનિટમાં દસ મીટર ઊંડે ખાઈ પર એવો મજબૂત પુલ બનાવી દે છે કે જેના પર લશ્કરની ભીમકાય અર્જુન ટેન્ક અને ૭૦ ટન વજન સુધીનું વજનવાળુ વાહન સરળતાથી પસાર થઈ શકે છે. આ પુલને મિનિટોમાં હટાવી શકાય છે.

દેશમાં જ ડીઆરડીઓના વૈજ્ઞાનિકોની આ શોધ અને એલ એન્ડ ટી જેવી કંપનીના એન્જિનિયરિંગથી તૈયાર આ બ્રિજિંગ સિસ્ટમ આત્મનિર્ભર ભારતના પ્રયત્નોનું ઉદાહરણ છે. ત્યારે દિલ્હીના પરેડ ગ્રાઉન્ડ પર શોર્ટ સ્પાન બ્રિજિંગ સિસ્ટમથી સજ્જ વાહનોનો પહેલો જથ્થો લશ્કરના એન્જિનિયર કોરને સોંપવામાં આવ્યો છે. ઓગસ્ટના અંત સુધી ૩૦ વાહનો સેનાને મળશે. જેનાથી સેનાના ભારે વાહનોની હેરાફેરીમાં વધુ સરળતા રહેશે.
ALSO READ
- મ્યાનમાર / નોબેલ પારિતોષિક વિજેતા આંગ સાન સુ ચીને વધુ 6 વર્ષની સજા, ભ્રષ્ટાચારનો છે આરોપ
- જબરદસ્તી ભારે પડી/ વરરાજાને પરાણે લાડુ ખવડાવવા કન્યાને ભારે પડ્યા, વરરાજાને આવ્યો ગુસ્સો આવતાં દુલ્હને સપનામાં પણ વિચાર્યું નહીં હોય તેવા કર્યા ખરાબ હાલઃ વીડિયો થયો વાયરલ
- મિશન 2022 / ત્રણ દિવસના પ્રવાસે આવશે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે ચર્ચા
- મીકા સિંહની થનારી દુલ્હન આકાંક્ષા પુરીએ બતાવ્યો પોતાનો બોલ્ડ લુક, બ્લેક મોનોકિનીમાં પાણીમાં જ લગાવી દીધી આગ
- ભારતના વોરેન બફેટ ગણાતા રાકેશ ઝુનઝુનવાલાને હતો આ 5 જાદુઈ શેર પર ભરોસો, આ સ્ટોક્સે બનાવ્યા હતા બિગ બુલ, શું તમારી પાસે છે?