GSTV
Gujarat Government Advertisement

વર્ષ 2021ને ‘સુવર્ણ વિજય વર્ષ’ તરીકે ઉજવવામાં આવશે, 1971 યુદ્ધની જીતને કરશે ચિહ્નિતઃ આર્મી ચીફ

Last Updated on January 14, 2021 by Ali Asgar Devjani

ગુરુવારે વેટરન્સ ડે કાર્યક્રમમાં ભારતીય સેનાના ચીફ જનરલ એમ.એમ. નરવણે, એર ચીફ એર ચીફ માર્શલ આર.કે.એસ. ભદૌરીયા અને નેવી ચીફ એડમિરલ કરામબીરસિંહે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં જનરલ નરવાને કહ્યું કે ગયું વર્ષ આપણા દેશ અને સશસ્ત્ર દળો માટે ખૂબ પડકારજનક હતું. સશસ્ત્ર દળોએ ઉત્તમ કુશળતાથી ઉત્તરીય સરહદો પર બહાદુરી દર્શાવી છે એ વાત પર મને ગર્વ છે..આર્મીના વડાએ કહ્યું, ‘કેટલાક દિગ્ગજોએ એ હકીકત અંગે નિરાશા વ્યક્ત કરી છે કે 1971ના યુદ્ધને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું નથી. હું કહેવા માંગુ છું કે આ આખું વર્ષ ‘સુવર્ણ વિજય વર્ષ’ તરીકે ઉજવવામાં આવશે, જે 1971ના યુદ્ધમાં જીતને ચિહ્નિત કરશે. દેશભરમાં અનેક કાર્યક્રમો યોજવામાં આવશે.’

ભારત હવે શક્તિશાળી એરોસ્પેસ પાવરઃ ભદૌરીયા

આ પ્રસંગે વાયુસેનાના વડા, એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરીયાએ જણાવ્યું હતું કે, ‘એરફોર્સની શરૂઆત 1932માં સહાયક દળ તરીકે થઈ હતી હવે જ્યારે આપણે ઘાતક, શક્તિશાળી એરોસ્પેસ પાવર બની ગયા છીએ. આ વેટરન્સ ડે પર હું આ વાત યાત્રામાં આદર સાથે સ્વીકારવા માંગુ છું.’

નેવલ ચીફ એડમિરલ કરમબીરસિંહે કહ્યું કે, ‘સશસ્ત્ર દળોના વેટરન્સ ડે નિમિત્તે મને દિગ્ગજો સાથે વાત કરવાની તક મળી એ મારા માટે ખૂબ ગર્વ અને સન્માનની વાત છે. સૌ પ્રથમ, હું રાષ્ટ્રની તેમની સેવા માટે તમામ દિગ્ગજો માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આજે આપણે કૃતજ્ઞતાથી સ્વીકારીએ છીએ કે આજે આપણી પાસે વિશ્વસનીય બળ છે.’

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કામની વાત: હવે રહેઠાણના પુરાવા વગર જ બની જશે આધાર કાર્ડ, જાણો શું છે રીત?

Pritesh Mehta

કામની વાત/ તમારી કારને રાખવા માંગો છો ફિટ તો અપનાવો આ 9 મેઇન્ટેનેન્સ ટિપ્સ, કાર રહેશે નવી નક્કોર

Bansari

ગૂજરાત વિદ્યાપીઠની રૂપાણી સરકારથી ઉલટી ગંગા, હજુ તો ધોરણ 12ના પરિણામ નથી આવ્યાં એ પહેલાં જ એડમિશન શરૂ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!