મે-૨૦૨૦થી ચાલુ થયેલા ચીન સાથેના સરહદી સંઘર્ષનો ૨૦૨૧ની શરૂઆતમાં કોઈ નીવેડો આવ્યો નથી. ચીન લાઈન ઓફ એક્ચ્યુલ કન્ટ્રોલ પર દાદાગીરી કરવા માંગે છે. માટે ભારતે પણ મોટી સંખ્યામાં સૈન્ય અને અન્ય શસ્ત્ર-સરંજામ ખડકી દીધો છે. ભારતે અતિ વજનદાર અને સક્ષમ એવી ટી-૯૦ ભીષ્મ સહિતની ટેન્ક પણ એલએસી પર ખડકી છે. હવે સ્થિતિ એવી આવી છે કે બન્ને દેશની ટેન્ક વચ્ચે માંડ કેટલાક મિટરનું અંતર રહ્યું છે. સ્થિતિ ગંભીર છે. ભારત-ચીનની ટેન્ક સામસામે હોવાની તસવીર ચીની સોશિયલ મીડિયા સાઈટ વેઈબો પર મુકાઈ હતી. એ પછી તેના આધારે ચીની મીડિયાએ અહેવાલો પણ તૈયાર કર્યા હતા.

આજે ઈન્ડિયન આર્મીએ સ્થાપના દિવસ (આર્મી ડે) ઉજવ્યો હતો. એ નિમિતે આર્મી ચીફ જનરલ એમ.એમ.નરવણેએ કહ્યુ હતુ કે સરહદ પર કોઈ ભારતની ધિરજની કસોટી ન કરે. તેમણે ઉમેર્યુ હતુ કે લાઈન ઑફ એકચ્યુલ કન્ટ્રોલ અને સરહદ પરના કોઈ દુઃસાહસને સાંખી લેવાશે નહીં. ગયુ વર્ષ ભારતીય સૈન્ય માટે મુશ્કેલીજનક હતુ, પરંતુ આપણા હોનહાર જવાનોએ મક્કમતાથી એ મુશ્કેલીનો સામનો કર્યો છે અને કરતા રહેશે.

આર્મી ડે ઉજવણી પ્રસંગે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવત, નૌકાદળના વડા એડમિરલ કરમબિર સિંહ તથા વાયુસેનાધ્યક્ષ એર ચીફ માર્શલ આરએસકે ભદૌરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. જનરલ નરવણેએ કહ્યુ હતુ કે શાંતિ-વાટાઘાટો દ્વારા દરેક સરહદી સમસ્યા ઉકેલવા આપણે કટિબદ્ધ છીએ. પરંતુ ભારતની શાંતિપ્રિયતા કે ધિરજને નબળાઈ ન માની લેવી જોઈએ. ગલવાનમાં શહીદ થયેલા જવાનોની શહાદત એળે નહીં જાય એવો ભરોસો તેમણે અપાવ્યો હતો.

ભારતે આજે પ્રમથવાર ડ્રોન વિમાનોની પલટન જાહેર કરી હતી. આર્મી ડે ઉજવણીની પરેડમાં ૭૫ ડ્રોન વિમાનોએ ભાગ લીધો હતો અને વિવિધ કામગીરી કરી દેખાડી હતી. આ ઉપરાંત અન્ય ઘાતક હથિયારોનું પણ પ્રદર્શન કરાયુ હતુ.

પાકિસ્તાન સરહદ વિશે જનરલ નરવણેએ કહ્યુ હતુ કે ત્યાં ૩૦૦-૪૦૦ આતંકીઓ ઘૂસણખોરી કરવા તૈયાર બેઠા છે. સામે પક્ષે આપણા જવાનો પણ સતર્ક છે અને આતંકીઓને તેમની જ ભાષામાં જવાબ આપી રહ્યા છે. આ પ્રસંગે વિવિધ સરહદે, વિવિધ ઓપરેશન દરમિયાન શૌર્યનું પ્રદર્શન કરનારા જવાનોને લશ્કરી મેડલ વડે સન્માન અપાયું હતું.
READ ALSO
- ધબડકો/ ઈંગ્લેન્ડની 81 રનમાં ઓલઆઉટ : અશ્વિને 400 વિકેટ ઝડપી બનાવ્યો રેકોર્ડ, ભારતને મળ્યો આટલા રનનો ટાર્ગેટ
- અમદાવાદ/ એવું તે પોલીસે શું કર્યું કે સિવિલ વર્ગ 4ના કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર, કઇ ઘટનામાં મામલો બિચક્યો
- Viral Video: આ છોકરીના યોગા જોઈને મોટા મોટા યોગગુરૂ પણ થઈ ગયા અભિભૂત, એક વખત જરૂર જુઓ આ વીડિયો
- ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ : કુંવારી આપને છોડા નહીં, શ્રીમતી કિસીને બનાયા નહીં, આલિયા ભટ્ટનો દમદાર અવતાર
- કોરોના કાળમાં ટુરિઝમ ઉદ્યોગને મોટો ફટકો પડતા રાજ્યના આ 3 શહેરોમાં ટુરિઝમ લીડર કલબ દ્વારા મોટું આયોજન