GSTV

સેના પ્રમુખનો આદેશ: ચીનનો ઘેરાવ કરવા ભારતીય સેના કોઈ પણ પરિસ્થિતી માટે તૈયાર, લડવા માટે રહો સજાગ

ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે સેના પ્રમુખ નરવણેએ સેનાના અધિકારીઓને ગમે તે પરિસ્થિતિ માટે તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ શુક્રવારે ફીલ્ડ કમાન્ડરોને સરહદ પર ગમે તેવી સ્થિતિ માટે તૈયાર રહેવાની અને પૂરતી તૈયારીઓની સૂચના આપી છે.

સેના પ્રમુખ નરવણે ગયા હતા લખનઉ

આ પહેલા સેના પ્રમુખ નરવણે આજે લખનઉ ગયા હતા, જ્યાં તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. આ સિવાય તેમણે તમામ સ્તરના કમાન્ડરો સાથે પણ મુલાકાત અને ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે સેના પ્રમુખ બે દિવસથી તેજપુર (આસામ) અને લખનઉની મુલાકાતે છે.

સેન્ટ્રલ કમાન્ડના મુખ્યાલયની લીધી મુલાકાત

સેનાએ આ અંગે નિવેદન જાહેર કરીને જણાવ્યું કે સેના પ્રમુખે શુક્રવારે લખનઉ છાવણીમાં આવેલા સેન્ટ્રલ કમાન્ડના મુખ્યાલયની મુલાકાત લીધી હતી. જે દરમિયાન સેનાના અધિકારીઓએ તેમને ઓપરેશનલ અને અન્ય માહિતિ આપી હતી. ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો છે. ચીનના સૈન્યની લદ્દાખમાં ઘુસણખોરીના કારણે બંને દેશોના સૈન્ય વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. હજુ પણ આ વિવાદનો કોઇ અંત આવ્યો નથી.

Related posts

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana

સરકારે ફરવાના શોખીનો માટે વિવિધ સ્થળોને ખુલ્લા મુકતા લાંબા સમયથી ખોટ ખાઈ રહેલા ટુર ઓપરેટરોની દિવાળી સુધરશે

Nilesh Jethva

મોદી સરકારને પડ્યો સૌથી મોટો ફટકો/ અકાલી દળે 22 વર્ષ જૂની દોસ્તી એક ઝાટકે તોડી નાખી, NDAનો સાથ છોડી દીધો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!