GSTV
Gujarat Government Advertisement

દેશના સૌ પ્રથમ CDS બન્યા બિપીન રાવત, ત્રણે સેનાઓની સંભાળશે કમાન

Last Updated on December 30, 2019 by

સેના પ્રમુખ જનરલ બિપીન રાવત દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ (CDS) બનાવવામાં આવ્યા છે. હાલમાં જ કેન્દ્ર સરકારે ચીફ ઓફ ડિફેન્સના સ્ટાફનો કાર્યકાળ 3 વર્ષ વધાર્યો હતો. જેના કારણે હવે ચીફ ડિફેન્સના રિટાયર થવાનો કાર્યકાળ 65 વર્ષનો રહેશે. 65ની ઉંમર થયા બાદ સીડીએસમાંથી રિટાયર થઈ શકશે. આ પહેલા સરકારે લીધેલા નિર્ણયમાં વય મર્યાદા 62 વર્ષની હતી. જેને બાદમાં ત્રણ વર્ષ વધારી દેવામાં આવી.

CDSની શું હશે કામગીરી ?

ચીફ ઓફ ડિફેન્સની જવાબદારી ત્રણે સેનાઓ સાથે જોડાયેલી દરેક ઘટનાની માહિતી રક્ષામંત્રાલયને સોંપવાની રહેશે. સીડીએસ જ પ્રધાન સૈન્ય સલાહકાર હશે. જો કે સૈન્ય સાથે જોડાયેલી કોઈ પણ વાતની માહિતી ત્રણે પાંખના વડાઓ રક્ષામંત્રાલયને પણ આપતા જ રહેશે. ચીફ ઓફ ડિફેન્સનું કામ ત્રણે સેનાઓ વચ્ચે તાલમેલ કરવાનું હશે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદ પર 4 સ્ટાર જનરલ રેંકના સેન્ચ અધિકારીને નિયુક્ત કરવામાં આવ્યા છે. હવે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફને ત્રણે સેનાઓના પ્રમુખોની બરાબર સેલરી પણ આપવામાં આવશે.

બિપીન રાવતનો જીવન પરિચય

ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લામાં તેમનો જન્મ થયો હતો. રાવત એ મિલિટ્રી ટાયટલ છે. જે અલગ અલગ રાજપૂતોને ગઢવાલ શાસકો દ્રારા આપવામાં આવ્યા હતા. બિપીન રાવતના પિતા જનરલ લક્ષ્મણ સિંહ રાવત પણ સેનામાં લેફ્ટિનન્ટ જનરલ હતા. રાવતે અગિયારમી ગોરખા રાઈફલની પાંચમી બટાલિયનથી 1978માં પોતાની કરિયરની શરૂઆત કરી હતી.

શિક્ષણ

  • બિપીન રાવતે ભારતીય સૈન્ય અકાદમીમાંથી સ્નાતકની ઉપાધી મેળવી છે
  • આઈ એમ એ દેહરાદૂનમાં તેમણે સોર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  • દેવી અહલ્યા વિશ્વવિદ્યાલયથી રક્ષા અને પ્રબંધનનો અભ્યાસ કરી તેમણે એમફીલની ડિગ્રી લીધી છે
  • મદ્રાસ વિશ્વવિદ્યાલયથી સ્ટ્રેટેજીક ઓફ ડિફેન્સ સ્ટડિઝમાંથી પણ એમ ફિલ કર્યું છે
  • 2011માં ચૌધરી ચરણ સિંહ વિશ્વ વિદ્યાલયમાંથી સૈન્ય મીડિયા અધ્યયન વિષય પર પીએચડી કર્યું હતું.

કામગીરી

  • જાન્યુઆરી 1979માં મિઝોરમમાં પ્રથમ નિયુક્તિ
  • નેફામાં નિયુક્તિ દરમિયાન તેમણે બટાલિયનની આગેવાની કરી હતી.
  • કાંગોમાં સંયુક્ત રાષ્ટ્રની પીસકીપિંગ ફોર્સની પણ આગેવાની કરી હતી
  • 1 સપ્ટેમ્બર 2016માં સેનાના ઉપ પ્રમુખ પદને સંભાળ્યું
  • 31 ડિસેમ્બર 2016માં સેનાના પ્રમુખ બન્યા

શા માટે કરવામાં આવ્યો વય મર્યાદામાં ફેરફાર ?

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે સીડીએસની વય મુદ્દે કેન્દ્ર સરકારે નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા નિયમ અંતર્ગત હવે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ મહત્તમ 65 વર્ષની વય સુધી પોતાના પદ પર રહી શકે છે. સુરક્ષા મંત્રાલયે નેવી, એરફોર્સ અને આર્મીના સર્વિસ રૂલમાં આ ફેરફાર કર્યો છે. પહેલાના નિયમ અનુસાર 62 વર્ષ સુધી કે ત્રણ વર્ષના કાર્યકાળ. બંનેમાંથી જે પહેલા હોય ત્યાં સુધી પોતાના પદ પર રહી શકતા હતા. કોઇ પણ સેના પ્રમુખને સીડીએસ બનવામાં વય મર્યાદાનો નિયમ નડે નહીં તે માટે સુરક્ષા મંત્રાયલે સર્વિસેસના નિયમમાં સુધારો કર્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ સહિતના શહેરોમાં આ બાઇકનો છે જબ્રો ક્રેજ, માત્ર બે કલાકમાં તમામ બાઇક વેચાઇ ગઈ

Zainul Ansari

હાથવગું હથિયાર: એસિડિટી અને પેટ સંબંધિત સમસ્યાઓ ચપટી વગાડતા થઈ જશે ગાયબ, આવી રીતે કરો મસાજ

Pravin Makwana

જાપને ભારતીય ઓલિમ્પિક ટુકડી પર લાદ્યા કડક નિયમો, આઇઓએએ કહ્યું – અન્યાયી અને ભેદભાવપૂર્ણ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!