GSTV

શોપિયામાં સેનાએ આતંકવાદીઓનો કર્યો ઘેરાવ, સમગ્ર જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ

Last Updated on August 2, 2019 by Arohi

જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકવાદી અને સેના વચ્ચે અથડામણ થઈ. જેમાં સેનાના એક જવાન શહીદ થયા. સેનાએ અહીં બેથી ત્રણ આતંકવાદીઓનો ઘેરાવ કર્યો. સેનાને બાતમી મળી હતી કે, શોપિયામાં આતંકવાદીઓ છુપાયા છે. જે બાદ સેના, એસઓજી અને સીઆરપીએફે સમગ્ર વિસ્તારને ઘેરી ઓપરેશન શરૂ કર્યુ છે.

આતંકવાદીઓએ સેનાના જવાન પર ગોળીબાર કરતા સેનાએ આતંકવાદીઓને ઘેર્યા. શોપિયામાં આતંકવાદીઓની અથડામણના પગલે ઇન્ટરનેટ સેવાને પણ બંધ કરી દેવામાં આવી છે.

પુલવામામાં આતંકવાદીઓએ સેનાની ગાડીને બનાવી નિશાન, ફેંક્યો આઈઈડી

જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ સેનાની ગાડીને નિશાન બનાવી. આતંકવાદીઓએ સેનાની ગાડી પર આઈઈડી ફેંક્યો. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ સેનાની ગાડીના કાચ તુટી ગયા. પુલવામાના જાહિદબાદ ગામ પાસે રાષ્ટ્રીય રાઈફલ્સની એક ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી.

ત્યારે આતંકવાદીઓએ સેનાને નિશાન બનાવી હતી. જે બાદ આતંકવાદીઓ ફરાર થયા હતા. જેથી સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી આતંકવાદીઓની શોધખોળ શરૂ કરી હતી. તો બીજી તરફ શોપિયામાં આતંકવાદી અને સેના વચ્ચે અથડામણ થઈ હતી. જેમા સેના, સીઆરપીએફ અને એસઓજીના જવાનો ઓપરેશનમાં જોડાયા હતા.

Read Also

Related posts

ઓમીક્રોનના ડર વચ્ચે 6 રાજ્યોને અપાયું એલર્ટ, ફરી વધી શકે છે કોરોના સંક્રમણ

Zainul Ansari

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Zainul Ansari

સરહદ પર 94 હજારથી પણ વધારે સૈનિકો થયા તૈનાત, બાઈડને આપી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!