GSTV
Home » News » જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળના જવાનોને મળી વધુ એક સફળતા, બે આતંકીઓ ઠાર

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળના જવાનોને મળી વધુ એક સફળતા, બે આતંકીઓ ઠાર

Army killed 4 terrorists

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળના જવાનોને વધુ એક સફળતા મળી છે. સેનાના જવાનોએ બે આતંકીઓને ઠાર માર્યા છે. જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે આતંકીઓ અને સુરક્ષાદળના જવાનો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. જેમાં બે આતંકી ઠાર મારવામાં આવ્યા છે.

સાઉથ કાશ્મીરમાં પુલવામાના અવંતીપોરામાં સુરક્ષાદળોને વધુ એક સફળતા મળી છે. સેનાએ એક ઓપરેશનના હિઝબુલ મુજાહિદ્દીનના બે ખૂંખાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. બંને મૃત આતંકવાદીઓ પાસેથી વિસ્ફોટકો અને હથિયારો ઝડપાયા છે. મીડિયા અહેવાલ મુજબ હિઝબુલ મુજાહિદ્દીનના બંને આતંકીઓની ઓળખ અદનાન અને આદિલ તરીકે થઈ છે.

મહત્વપૂર્ણ છે કે બુધવારે લશ્કરે તૈયબાના આતંકી નવીદ જટ સહીત બે આતંકીઓને બડગામ એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા હતા. કેટલાક આતંકવાદીઓ પુલવામા જિલ્લાના અવંતીપોરામાં છૂપાયેલા હોવાના ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ બાદ સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું. તેનો સેનાના જવાનોએ વળતી કાર્યવાહીમાં આકરો જવાબ આપ્યો અને બે આતંકીઓને ઠાર માર્યા હતા.

એન્કાઉન્ટરમાં ઠાર થનારા આતંકીઓ આદિલ અને અદનાન અહમદ અવંતીપોરાના જ વતની છે. ઓપરેશન ઓલઆઉટ હેઠળ ભારતીય સુરક્ષાદળોએ જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા એક સપ્તાહમાં વીસ આતંકવાદીઓને ઠાર કર્યા છે. જ્યારે આ વર્ષે દશ માસમાં 230 આતંકીઓનો ખાત્મો કરવામાં સુરક્ષાદળોને સફળતા મળી છે.

Related posts

એક દિવસ ભૂટાનના વૈજ્ઞાનિક પણ સેટેલાઈટ બનાવશે: PM મોદી

Mayur

જમ્મુમાં 2G સ્પીડ સાથે ઈન્ટરન્ટ સેવા શરૂ કરવામાં આવી હતી હવે એ પણ બંધ

Mayur

બિહારની રાજનીતિમાં મોટો ધડાકો, ધારાસભ્યના ઘરેથી મળી AK-47 અને ગ્રેનેડ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!