GSTV
Home » News » પુલવામામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, ત્રણ આતંકીઓ છૂપાયા હોવાની શક્યતા

પુલવામામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, ત્રણ આતંકીઓ છૂપાયા હોવાની શક્યતા

army

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એક અથડામણ સર્જાઈ છે. સુરક્ષાદળોએ પુલવામા જિલ્લાના હાજિન રાજપોરા વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદીઓના છૂપાયા હોવાના ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ બાદ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

સર્ચ ઓપરેશન દરમિયાન અહીં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. આ ઓપરેશનમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. ઠાર થયેલા બંને આતંકવાદીઓ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના હતા. સુરક્ષાદળો દ્વારા અહીં ઓપરેશન યથાવત છે.

મહત્વપૂર્ણ છે કે શુક્રવારે સવારે પુલવામાના અવંતીપોરામાં સર્જાયેલા એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર થયો હતો. જો કે આ એન્કાઉન્ટરમાં બે આતંકીઓ ફરાર પણ થયા હતા. આ પહેલા અઠવાડિયે શનિવારે અવંતીપોરામાં સેનાએ છ આતંકીઓને ઠાર કર્યા હતા.

Related posts

દોડાદોડી કરનાર રૂપાણી રહી ગયા અને ટ્રમ્પ બનશે મેયર બિજલ પટેલના મહેમાન, મોદીએ કાપી નાખ્યું પત્તું

Mayur

ટ્રમ્પના નિવેદનોથી ભાજપમાં ઉચાટ : હવે ધારાસભ્યોને થવા લાગ્યું પ્રેશર, અમદાવાદમાં તો ફરજ પડાઈ

Mayur

વિશ્વનો સૌથી ખતરનાક ‘ન્યૂક્લિયર ફૂટબોલ’ પણ આવશે અમદાવાદ, અમેરિકા પાસે 3 ફૂટબોલ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!