GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

આ દેશના PM સહિત આખા પરિવારને Corona પોઝીટીવ, PM મોદીએ પૂછ્યા ખબરઅંતર

કોરોના મહામારી ગરીબ તવંગર કોઈને છોડતું નથી. વિશ્વમાં કેટલાય રાજનેતાઓ પણ કોરોનાના ભરડામાં આવી ગયા છે. તેમાં વધુ એક નામ આર્મેનિયાનું જોડાઈ ગયું છે. આર્મેનિયનના વડા પ્રધાન નિકોલ પાશિનિયન અને તેમનો સમગ્ર પરિવાર Corona વાયરસની ઝપેટમાં આવી ગયો છે. નિકોલ પાશિનિયને સોમવારે એક ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમને આ રોગના કોઈ લક્ષણો નહોતા પરંતુ તેમણે લશ્કરી એકમોની મુલાકાત લેતા પહેલા પોતાની તપાસ કરાવવાનો નિર્ણય લીધો હતો. અને Corona પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે. આ પછી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે.

આર્મેનિયામાં કોરોના વાયરસના 9,000 થી વધુ કેસ

પ્રધાનમંત્રીએ કહ્યું, હું ઘરેથી કામ કરીશ. તેમણે કહ્યું કે તેમને કદાચ એક વેઈટર દ્વારા ચેપ લાગ્યો હતો જે એક મીટિંગ દરમિયાન મોજા વગર પાણીનો ગ્લાસ લઈને આવ્યો હતો. તે પછીથી તેમને Corona વાયરસથી ચેપ લાગ્યો હતો. લગભગ 30 લાખની વસ્તી ધરાવતા આર્મેનિયામાં Corona વાયરસના 9,000 થી વધુ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે, અને લગભગ 130 લોકોનાં મોત નીપજ્યાં છે.

ઝડપથી સાજા થાય એવી ભાવુક ટ્વિટ કરી


આ પછીથી ભારતીય પીએમ નરેન્દ્રમોદીએ ટ્વિટ કર્યું, COVID-19 રોગચાળાની આ મુશ્કેલ ઘડીમાં, હું આર્મેનિયાના વડાપ્રધાન નિકોલ પાશિનિયાન અને તેમના પરિવારને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. કોવિડ -19 સામેની લડતમાં ભારત આર્મેનિયાની સાથે છે. વડાપ્રધાને ભાવુક ટ્વિટ દ્વારા તેઓ ઝડપથી સાજા થાય તેવી કામના કરી છે.

આર્મેનિયામાં વાયરલ ઇન્ફેક્શનની સ્થિતિ કથળી

આર્મેનિયાએ Coronaને લઈને માર્ચના મધ્યમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. પાશિનિયને ગત અઠવાડિયે કહ્યું હતું કે, આર્મેનિયામાં વાયરલ ઇન્ફેક્શનની સ્થિતિ કથળી રહી છે. તેના પરિવારના સભ્યોનો તપાસ રિપોર્ટ પણ સકારાત્મક આવ્યો છે. સમગ્ર વિશ્વમાં કોરોના ફાટી નીકળવાનું ચાલુ છે. Corona વાયરસ રોગચાળાથી અત્યાર સુધીમાં 374,157 લોકો મૃત્યુ પામ્યા છે. એકલા યુકેમાં Corona વાયરસના 2,74,762 કેસ છે. કોવિડ -19 ના કહેરથી અત્યાર સુધીમાં 38,489 લોકોનાં મોત નીપજ્યાં છે

Read Also

Related posts

નાસાનું મિશન: પહેલી વખત મનુષ્યને મંગળ પર મોકલવાની તૈયારી, જો કે વૈજ્ઞાનિકો આપી રહ્યા છે આ ચેતવણી

Pravin Makwana

દેશમાં મહામારી બની કાબૂ બહાર, ફક્ત 4 દિવસમાં નવા 1 લાખ પોઝીટીવ કેસ સાથે 8 લાખને પાર

Harshad Patel

વિકાસનું એન્કાઉંટર રહસ્યમય: પોલીસના કાફલામાં ઘણી ગાડીઓ હતી, એક્સિડન્ટ માત્ર તે ગાડી જ થયો જેમાં વિકાસ હતો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!