GSTV
News Trending World

અમેરિકા/ FBIની સિનસિનાટી સ્થિત ઓફિસમાં બંદૂકધારી ઘૂસ્યો, પોલીસ સામે ફાયરિંગ કરતા કરાયો ઠાર

FBIની સિનસિનાટી સ્થિત ઓફિસમાં એક અજાણ્યા શખ્સે બંદૂક લઈને ઘૂસવાની કોશિશ કરી હતી. FBI અધિકારીએ તેને રોકવાની કોશિશ કરી ત્યારે બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. આખરે પોલીસે તેને ઠાર કરી દીધો હતો.

ઓહાયો રાજ્યની હાઈવે પેટ્રોલ પોલીસના કહેવા પ્રમાણે સિનસિનાટીમાં આવેલી FBIની ઓફિસમાં એક અજાણ્યો શખ્સ બંદૂક લઈને ઘૂસવાની ફિરાકમાં હતો. એ દરમિયાન એફબીઆઈ અધિકારીએ તેને રોકવાની કોશિશ કરી હતી. બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. કાર્યાલયનો એલાર્મ વાગ્યો હતો. એ પછી તેણે ભાગવાની કોશિશ કરી હતી, કારમાં ભાગતા પહેલાં આ શખ્સે પોલીસ પર ફાઈરિંગ કર્યું હતું. પોલીસે તેની કારનો પીછો કર્યો હતો. એક સ્થળે રોકાઈને તેણે પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. બંને તરફના ફાયરિંગમાં  પોલીસે આખરે તેને ઠાર કરી દીધો હતો.

આ શખ્સ અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો સમર્થક હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. એફબીઆઈએ ડોનાલ્ડ ટ્રમ્પના ઘરે રેડ પાડી એ પછી બનેલી આ ઘટનાએ દેશભરમાં ધ્યાન ખેંચ્યું હતું. એફબીઆઈએ પ્રાથમિક તપાસમાં એવી શક્યતા વ્યક્ત કરી હતી કે છઠ્ઠી જાન્યુઆરી-૨૦૨૦માં વૉશિંગ્ટનના કેપિટલ હિલમાં જે હિંસા થઈ હતી એ વખતે પણ આ શખ્સ ત્યાં હાજર હતો.

READ ALSO

Related posts

ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયે WHOની કામીગીરી સામે ઉઠાવ્યા પ્રશ્નો, દવામાં ખામી હતી તો વપરાશની મંજૂરી કેમ અપાઈ

Hemal Vegda

આજનું પંચાંગ તા.7-10-2022, શુક્રવારઃ ત્રયોદશી ક્ષયતિથિ, જાણો ચોઘડિયા અને શુભ મુહુર્ત

Hemal Vegda

07 ઓક્ટોબર, 2022નું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકો પર થશે લક્ષ્મીજીની કૃપા, ભાઈભાંડુઓનો મળશે સાથ-સહકાર

Hemal Vegda
GSTV