GSTV

આને કહેવાય કિસ્મત: પાર્કમાં ફરી રહેલાં બેંક મેનેજરે કાચ સમજીને ઉઠાવ્યો પથ્થર, નીકળ્યો 9.07 કેરેટનો હીરો

Last Updated on September 26, 2020 by Mansi Patel

જો તમે કોઈ પાર્કમાં વોકિંગ કરી રહ્યા છો અને તમને એમ જ હીરો પડેલો જોવા મળે થો? આવુ જ કંઈક અમેરિકાના અરકંસાસમાં એક વ્યક્તિ સાથે કંઈક આવું જ બન્યું છે. અહીંયા એક સ્ટેટ પાર્કમાં ફરતા કેવિન કિનાર્દને વિશ્વાસ ન થયો જ્યારે તેમને ખબર પડી કે તેને જે પદાર્થ મળ્યો છે તે કાચનો નહીં પણ 9.07 કેરેટનો હીરો હતો.

વ્યવસાયે હીરાના બેંક મેનેજર કેવિન ક્રેટર ઓફ ડાયમંડ્સ સ્ટેટ પાર્કમાં લેબર ડેના દિવસે ચાલી રહ્યા હતા. તે પોતાના મિત્રો સાથે પાર્કમાં આવી જ એક કિંમતી વસ્તુઓ શોધી રહ્યા હતા. તેમને જે પણ ક્રિસ્ટર જોવા મળતો હતો તેને ઉઠાવીને પોતાની બેગમાં રાખતા જઈ રહ્યા હતા. ત્યારે તેમને એક આરસના આકારો ગોળ ક્રિસ્ટલ મળ્યો. કિનાર્ડેએ કહ્યું કે, તેણે બાકીના ક્રિસ્ટલની જેમ તેને પણ બેગમાં રાખ્યો અને આગળ જોતો રહ્યો.

ત્યારબાદ પાર્કના ડાયમંડ ડિસ્કવરી સેન્ટરમાં પાર્કના કાર્યકરોએ લોકોને મળેલી વસ્તુઓની ઓળખ અને નોંધણી કરવાનું શરૂ કરી. કેવિનને લાગ્યું કે, તેની પાસે નોંધણી જેવું કંઈ નથી, પરંતુ તો પણ તે પોતાના મિત્ર સાથે તપાસ કરવવા ગયા. તેમનો સામાન તપાસતાં જાણવા મળ્યુ કે, તેમની પાસે જે ટુકડો છે તે કાચનો નહીં, પણ હીરાનો હતો. કેવિને કહ્યું કે, તેઓ આ જાણીને આશ્ચર્યચકિત થઈ ગયા. કેવિનને જે હીરા મળ્યા તેમની અને તેમના મિત્રોના નામ પર રાખવામાં આવ્યુ છે.- કિનાર્ડ ફ્રેંડશિપ ડાયમંડ

બીજો સૌથી મોટો હીરો

આ વિશે આસિસ્ટેન્ટ સુપ્રિટેન્ડેન્ટ ડ્રુ એડમંડ્સે જણાવ્યું હતું કે, થોડા દિવસો પહેલા જ ત્યાં વરસાદ પડ્યો હતો. જેના કારણથી જ્યારે પણ સૂરજ નિકળ્યા બાદ કેવિન પહોંચ્યા તો સૂર્યના પ્રકાશમાં હીરાને ચમકતો જોયો. પાર્ક અધિકારીઓના જણાવ્યા મુજબ, પાર્કના 48 વર્ષના ઇતિહાસમાં જોવા મળતો બીજો સૌથી મોટો હીરા છે. આ પહેલા 1975 માં 16.37 કેરેટ વ્હાઇટ અમરિલો સ્ટારલાઇટ હીરોમળી આવ્યો હતો.

READ ALSO

Related posts

ન્યાય: છેડતીના આરોપીને આખા ગામની મહિલાઓના કપડા ધોવાનો આદેશ આપનારા જજ ભરાયા, ન્યાયિક કામ કરવા પર પ્રતિબંધ

Pravin Makwana

ઝૂમ બરાબર ઝૂમ: શાળામાં દારૂ ના નશામાં ચૂર શિક્ષક નો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!