GSTV

મૈથ્યૂઝને કપ્તાની છોડતા રોકવો જોઇતો હતો: રણતુંગા

Last Updated on August 26, 2017 by

શ્રીલંકાની ટીમની સતત હાર બાદ ટીમના પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન કપ્તાન અર્જૂન રણતુંગાનું મોટુ નિવેદન આવ્યું છે. તેમનું કહેવું છેકે, એન્જેલો મૈથ્યૂઝ સારો કપ્તાન છે અને તેને કપ્તાન પદેથી રાજીનામું આપતા રોકવો જોઇતો હતો. ઉલ્લેખનીય છે કે, મૈથ્યૂઝે પહેલા ચેમ્પિયન્સ ટ્રોફી અને ત્યાર બાદ ઝિમ્બાબ્વે સામે વન ડે સિરીઝમાં હાર બાદ કપ્તાન પદેથી રાજીનામું આપ્યું હતું.

રણતુંગાએ કહ્યું કે, મારા માટે રંજન મદુગલે બાદ મૈથ્યૂઝ સર્વશ્રેષ્ઠ કપ્તાન છે. જ્યારે તેણે કહ્યું કે, તે પદ છોડવા ઇચ્છે છે ત્યારે શ્રીલંકા ક્રિકેટ બોર્ડે તેને રોકવો જોઇતો હતો. જો હું કંઇક કરી શકતો તો હું તેને કહેતો કે આ પાછળ હટવાનો સમય નથી. રણતુંગાએ કહ્યું કે, જીતનો શ્રેય લેવા માટે આગળ આવનાર લોકોએ હારની જવાબદારી પણ લેવી જોઇએ. જ્યારે શ્રીલંકાએ નંબર એક ટીમ ઓસ્ટ્રેલિયાને ક્લિન સ્વિપ કર્યું ત્યારે કેટલાય લોકો જીતનો શ્રેય લેવા માટે આવ્યા હતા પરંતુ, દુ:ખની વાત છે કે, જ્યારે ટીમ હારી રહી છે તો તમામ પાછળ હટી ગયા અને તમામ દોષ કપ્તાન પર ઢોળી દીધો.

Related posts

BIG BREAKING: ક્રિકેટર હાર્દિક પંડ્યા લઈ શકે છે સંન્યાસ, ઈજાથી છે સતત પરેશાન!

pratik shah

Big Breaking / વનડેમાં રોહિત શર્મા બન્યો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન, સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા BCCIનો મોટો નિર્ણય

Zainul Ansari

નામની રમત / અક્ષર+પટેલ… રવીન્દ્ર+જાડેજા, જ્યારે સાથે આવ્યા Ind-NZના ખેલાડી અને બની ગયું આખું નામ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!