અર્જુન તેંડુલકરને મળ્યું સારા પ્રદર્શનનું ઈનામ, હવે આ ટીમમાં થયા સામેલ

ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરના 19 વર્ષીય પુત્ર અર્જુન તેંડુલકરનુ નામ ભારતના ડોમેસ્ટિક ક્રિકેટ સર્કિટમાં ધીરે-ધીરે વિસ્તરી રહ્યું છે. સમયની સાથે તેમની રમતમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે અને પોતાના નિખાલસ પ્રદર્શનથી મુંબઈના પસંદગીકારોને પ્રભાવિત કરવામાં સફળ રહ્યાં છે. પિતાની જેમ ક્રિકેટર બનવાનુ સપનુ જોનારા અર્જુનની રમત પર આખી દુનિયાની નજર છે.

અર્જુન મોટા-મોટા ક્રિકેટર્સથી વધુ ચર્ચામાં રહે છે. એવામાં ફરી એક વખત તેઓ ચર્ચામાં રહે છે. તેમની પસંદગી મુંબઈની અંડર 23 ટીમમાં થઈ છે. મુંબઈની આ ટીમમાં તેમની પસંદગી બીસીસીઆઈની અંડર-23 વન-ડે લીગ માટે થઈ છે. આ લીગનો આગાજ 14 ફેબ્રુઆરીએ રાજસ્થાનની રાજધાની જયપુરમાં થશે. અહીં મુંબઈનો મુકાબલો અન્ય રાજ્યોની ટીમો સાથે થશે.

મુંબઈની ટીમની આગેવાની જય વિષ્ટના હાથમાં સોંપવામાં આવી છે. 15 સભ્યોવાળી ટીમમાં અર્જુન તેંડુલકરને ઓલરાઉન્ડર તરીકે સ્થાન મળ્યું છે. અર્જુનને ટીમમાં સ્થાન ડીવાઈ પાટિલ ટી-20 વિશ્વ કપ અને આરએફએસ તાલ્યરખાન મેમોરિયલ ઈન્વિટેશન ટુર્નામેન્ટમાં સારા પ્રદર્શનના કારણે મળ્યું છે.

મુંબઈની અંડર-23 ટીમના કોચ અમિત પગ્નિસે 19 વર્ષીય અર્જુનના વખાણ કરીને કહ્યું, તાલ્યરખાન મેમોરિયલમાં તેમણે ધમાકેદાર બોલિંગ કરી હતી. તેમણે કહ્યું કે અર્જુનની તાકાત યૉર્કસ, બાઉન્સર્સ અને સ્લોઅર્સ છે.

આ છે મુંબઈની 15 સભ્યોવાળી ટીમ

જય વિષ્ટ (કેપ્ટન), હાર્દિક તોમરે (વિકેટકીપર), સુવેદ પાર્કર, ચિન્મય સુતાર, સિદ્ધાર્થ અક્રે, કર્શ કોઠારી, તનુષ કોટિયાન, આકિબ કુરૈશી, અંજદીપ લાડ, ક્રુતિક હાનાગવડી, આકાશ આનંદ, અમન ખાન, અથર્વ અંકોલેકર, અર્જુન તેંડુલકર, સાઈરાજ પાટિલ.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter