GSTV

ભારતીય ટીમમાં જુનિયર તેંડુલકરની એન્ટ્રી, આ ટીમ સામે રમશે પહેલી મેચ

ભારતીય ટીમના ખેલાડીઓની યાદીમાં હવે ફરી એકવાર તેંડુલકરનું નામ જોવા મળશે કારણ કે સચિન તેંડુલકરનો દિકરા અર્જૂનનો સમાવેશ શ્રીલંકા સામે રમનાર ચાર દિવસીય બે મેચમાં અંડર-19ની ટીમમાં કરવામાં આવ્યો છે. 18 વર્ષીય અર્જૂન લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર છે અને નીચલા મધ્યક્રમમાં ઉપયોગી બેટ્સમેન પણ છે. તેની ઉંચાઇ 6 ફૂટ એક ઇંચ છે. બેંગલોરમાં આજે ભારત અંડર-19ની બે ટીમોની ઘોષણા કરવામાં આવી છે જેની આગેવાની અનુજ રાવત અને આર્યન જુયાલ કરશે. આ સિલેક્શન મીટીંગ રસપ્રદ બની ગઇ કારણ કે આશીષ કપૂર, જ્ઞાનેન્દ્ર પાંડે અને રાકેશ પારેખની ત્રણ સભ્યોની સિલેક્શન કમિટીએ જૂનિયર તેંડુલકરને લાંબા ગાળા માટે પસંદ કર્યો.

અર્જૂનની કૂચ બેહાર ટ્રોફી(નેશનલ અંડર-19)માં 18 વિકેટ છે અને તે સત્રમાં વિકેટ ચટકાવનાર બોલરોની યાદીમાં 43માં ક્રમે છે. તેણે મધ્યપ્રદેશની સામે પાંચ વિકેટ લીધી હતી. રસપ્રદ વાત એ છે કે હિમાચલ પ્રદેશના આયુષ જામવાલ (50 વિકેટ)ને કોઇપણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી કારણ કે હવે તેની ઉંમર વધુ થઇ ગઇ છે. બીસીસીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, બીસીસીઆઇ અને કોચ રાહુલ દ્રવિડના સ્પષ્ટ આદેશ છે કે જે ખેલાડી આ વર્ષે 19 વર્ષની ઉંમર પાર કરી જશે તેની પસંદગી ટીમમાં નહી કરવામાં આવી ભલે તેમણે સારુ પ્રદર્શન કર્યુ હોય .

Related posts

Coronaના કહેરના 100 દિવસ: દુનિયાભરમાં અધધ 95 હજારથી વધુ લોકોને ભરખી ગયો, 16 લાખને ભરડામાં લીધાં

Bansari

લૉકડાઉન: દિલ્હીમાં ફસાયા જયા બચ્ચન, બર્થ ડે પર મા માટે અભિષેકે લખી ઇમોશનલ પોસ્ટ

Bansari

એલર્ટ ! ભારતમાં પહેલીવાર, એક જ દિવસમાં Corona સંક્રમણનો આંકડો 700ને પાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!