GSTV

મુંબઈ ઈન્ડિયન્સના કેમ્પમાં જોવા મળ્યો અર્જુન તેંડુલકર, ફેન્સે કહ્યું- ‘નેપોટિઝમ’

આઈપીએલની ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ આ વખતે પાંચમા ટાઇટલ માટે જોરદાર તૈયારી કરી રહી છે. મુંબઇની ટીમ પણ યુએઈમાં નેટ બોલરોને લઈ ગઈ છે, જે ત્યાં તેમના બેટ્સમેનોને બેટિંગ પ્રેક્ટિસ કરવામાં તેમની મદદ કરશે. નેટ બોલરોમાં એક નામ દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરનું પણ છે.

પુલ સેશનનો એક ફોટો તેના ટવિટર પર પોસ્ટ કર્યો


મુંબઈ ઈન્ડિયન્સના યુવા લેગ સ્પિનર રાહુલ ચહરે અર્જુન અને તેના સાથી ખેલાડીઓ સાથે પુલ સેશનનો એક ફોટો તેના ટવિટર પર પોસ્ટ કર્યો હતો, જ્યારે કેટલાક ફેન્સને તે ગમ્યું ન હતું. તે મુંબઇના કેમ્પમાં અર્જુનને જોઈને ગુસ્સે ભર્યા હતા અને અર્જુનની હાજરીને ‘નેપોટિઝમ’ ગણાવી હતી. અર્જુન અહીં પૂલમાં રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ અને અન્ય કેટલાક મુંબઇના ખેલાડીઓ અને સહાયક સ્ટાફ સાથે મજા માણી રહ્યો છે. આ ફોટો પોસ્ટ કરતાં રાહુલ ચાહરે કેપ્શનમાં લખ્યું કે, સારા મૂડમાં આવવા માટે તમે ફક્ત એક તરવૈયાથી દૂર છો.

ફોટોની પ્રશંસા કરવાને બદલે અર્જુન અંગે એક અલગ જ એન્ગલ લીધો

કેટલાક ફેન્સે આ ફોટોની પ્રશંસા કરવાને બદલે અર્જુન અંગે એક અલગ જ એન્ગલ લીધો. એક યુઝરે લખ્યું, ‘ભાઈ-નેપોટિઝમ ચરમસીમાએ છે. અર્જુન ફક્ત મુંબઈ માટે જ ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. તેણે અંડર-19 ક્રિકેટમાં પણ મુંબઈનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ સિવાય ટીમ ઈન્ડિયાના જુનિયર ટીમના ખેલાડી તરીકે તેણે ઘણા દેશો સામે ક્રિકેટ રમ્યું છે. આઇપીએલની તમામ ફ્રેન્ચાઇઝી કોઈ પણ ઉભરતા ખેલાડીને નેટ બોલર તરીકે પસંદ કરી શકે છે. જો આમાં એક નામ અર્જુનનું હોય તો તે ખોટું નથી. આ ઉપરાંત અર્જુને સમય-સમય પર ભારતની મહિલા અને પુરુષ ટીમને પણ બોલિંગ કરી છે.

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!