GSTV
Home » News » જુનિયર તેંડુલકર વિષે જાણવા જેવી વાતો !

જુનિયર તેંડુલકર વિષે જાણવા જેવી વાતો !

વડ એવાં ટેટા અને બાપ એવાં બેટા એ ગુજરાતી કહેવતને સાર્થક કરતાં ક્રિકેટનાં લિજેન્ડ સચીન તેંડુલકરનાં પુત્ર અર્જુનની અંડર 19 ટીમ માટે શ્રીલંકા સામે ટીમમાં પસંદગી થઈ છે. ત્યારે આવો જાણીએ શું છે જુનિયર તેંડુલકરની સિધ્ધીઓ.

6 ફીટ 1 ઈંચ ઉંચાઈ ધરાવતો અર્જુન 18 વર્ષનો છે. હાલ તે ધરમશાલા ખાતે અંડર 19 માટે યોજાયેલાં કેમ્પમાં તે સતત 135 કિમીની ઝડપે બોલિંગ કરી શકે છે.

તે પોતાની ટીમનો લેફ્ટ આર્મ પેસ બોલર અને લેફ્ટ હેંડ બેટ્સમેન છે. હાલ તે ભારતીય ટીમનાં ભુતપુર્વ ફાસ્ટ બોલર અને સચીન તેંડુલકરનાં મિત્ર સુબ્રતો બેનર્જી હેઠળ ટ્રેઈનિંગ લઈ રહ્યો છે.

તેણે આ વર્ષની કુચ બિહાર ટ્રોફીમાં 5 મેચમાં 19 વિકેટ લીધી છે. મુંબઈ અં – 19 , અં -14, અં-16 ટીમમાં પણ સિલેક્ટ થઈ ચુક્યો છે. તેણે અં- 19 ટીમ તરફથી નામિબિયા સામે ઈંગ્લેંડ સામે 5 વિકેટ ઝડપતાં તેને 48 રનમાં ઓલ આઉટ કર્યુ હતુ.

નવાઈની વાત એ છે કે સચીનને જોઈ એક ઉછરેલી આખી એક પેઢી તેને પોતાનો આદર્શ માને છે પરંતુ અર્જુનનો આદર્શ સચીન નથી! તેનો આદર્શ ઓસ્ટ્રેલિયાનો મિચેલ સ્ટાર્ક અને ઈંગ્લેંડ નો ઓલ રાઉંડર બેન સ્ટોક્સ છે. ત્રણ વર્ષ પહેલાં તેને સ્ટ્રેસ ફ્રેક્ચર થતાં તે 1 વર્ષ માટે ટીમમાંથી બહાર રહ્યો હતો. તે વિરાટ કોહલી સહીત ભારતીય વિમેન્સ ટીમને પણ નેટ્સમાં બોલિંગ કરી ચુક્યો છે.

Related posts

સલમાનની આ એક્ટ્રેસે ભરી મહેફિલમાં કર્યો ધડાકો, વર્ષો સુધી પતિથી રહી અલગ

Bansari

પત્ની સાથે શારીરિક સંબંધોની શંકામાં પતિએ પડોશી ને ઘરે બોલાવી કુકર્મ કરી બદલો લીધો

Karan

કિસી કે આગે ઝૂકના હમે મંજૂર નહીં…આઝમ ખાને પોતાનો રૌફ જમાવતા આખો ગેટ ખોલાવ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!