GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

અર્જુન રામપાલ પત્નીને છુટાછેડા આપીને વિશ્વની 100 સુંદરીઓમાંની એક સાથે ડેટ કરી રહ્યો છે

અર્જુન રામપાલ અને પત્ની મેહર જેસિયા સાથે છુટાછેડાનાં ઘણાં કારણ સામે આવ્યાં.. જોકે તેનું મુખઅય કારણ છે સાઉથ આફ્રિકાનાં મૂળની એક્ટ્રેસ ગેબ્રિએલા ડમેસ્ટ્રિએડ્સ.

હાલમાં અર્જુન અને ગ્રેબિએલા મુંબઇ સ્થિત પાલી ભવન કેફેમાં જોવા મળ્યા હતાં. ત્યાં હાજર પ્રત્યક્ષદર્શીનાં જણાવ્યા અનુસાર, આ પહેલાં પણ તેઓ ઘણી વખત સાથે નજર આ વી ચુક્યા છે. જોકે ગેબ્રિએલા તેનો ચહેરો છુપાવતી નજર આવી હતી. કેમેરા જોતા જ તે કોઇની પણ પાછળ સંતાઇ જતી હતી.

ગેબ્રિએલા વિશે વધુમાં વાત કરીએ તો તે વિવાદોમાં પણ ઘેરાઇ ચુકી છે. રિપોર્ટ્સ મુજબ વર્ષ 2009માં પૂર્વ IPL કમિશ્નર લલિત મોદીએ શશિ થરૂરનાં વિદેશ મંત્રાલયને ગેબ્રિએલાને વીઝા ન આપવા જણાવ્યું હતું. બાદમાં થરુરે આ મામલે તેમની ખુરશી ગુમાવવી પડી હતી. જોકે આ બધામાં ગેબ્રિએલાને કોઇ લેવા દેવા નથી.

ગેબ્રિએલા આ પહેલાં IMG કંપનીનાં સીનિયર વાઇસ પ્રેસિડન્ટ રવિ કૃષ્ણનને ડેટ કરી ચૂકી છે.

ગેબ્રિએલા અને અર્જુનની પહેલી મુલાકાત વર્ષ 2009માં થઇ હતી. તે સમયે અર્જુન અને તેની પત્ની મેહરની કંપનીને આઇપીએલની આફ્ટર પાર્ટી આયોજવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. તે સમયે અર્જુન અને ગેબ્રિએલાની મુલાકાત થઇ હતી.

ગેબ્રિએલા તેનું ફેશન લેબલ પણ ચલાવે છે. જેનું નામ Deme (ડેમી) છે. વર્ષ 21012માં તેણે આ લેબલ લોન્ચ કર્યુ હતું.

આ હોટ ડિવાને FHMની ‘100 સેક્સીએસ્ટ વૂમન ઇન ધ વર્લ્ડ’ની લિસ્ટમાં પણ શામેલ કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

એક કે બે ફૂટ નહીં Coronaથી બચવું હોય તો 20 ફૂટનું રાખો અંતર, એક સેકન્ડમાં 40 હજાર ડ્રોપલેટ ફેલાય છે 100 મીટર સુધી

Mansi Patel

અમદાવાદ ભાજપના કદાવર નેતાનો પરિવાર બન્યો કોરોના સંક્રમિત, પત્ની અને પુત્રનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ

Ankita Trada

ડિસેમ્બરના અંત સુધી Coronaથી દેશની અડધી વસતી હશે સંક્રમિત, સરકારે આ ભૂલ કરી તો કમ્યુનિટી સ્તરે ચેપ ફેલાશે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!