GSTV

કેન્દ્રીય મંત્રી અર્જૂન રામ મેઘવાલને થયો કોરોના, એમ્સના ટ્રોમા સેન્ટરમાં કરાવ્યા ભરતી

સેન્ટ્રલ હેવી ઇન્ડસ્ટ્રીઝ રાજ્ય મંત્રી અર્જૂન રામ મેઘવાલ કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે. જેને લઈને શનિવારે સવારે તેમને એમ્સ ટ્રોમા સેન્ટરના પ્રાઈવેટ વોર્ડમાં ભરતી કર્યા છે. મેડિસીન વિભાગના ડો. નીરજ નિશ્ચલના નેતૃત્વમાં તેમની સારવાર ચાલી રહી છે. જો કે, તેમને કોરોનાનુ હલ્કુ સંક્રમણ છે. તેમને શારીરિક કોઈ ખાસ કોઈ મોટી તકલીફ નથી.

60 વર્ષથી વધુની ઉંમર હોવાના કારણે તેમને હોસ્પિટલમાં ભરતી કરવાની સલાહ અપાઈ છે. એટલા માટે તેમને એમ્સના ટ્રોમા સેન્ટરમાં ભરતી કરાવ્યા છે. ડોક્ટર તેમના સ્વાસ્થ્યની તપાસ કરી રહ્યા છે. શનિવારના રોજ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.

અહીં ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તથા કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર્ પ્રધાન પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેઓ ગુરૂગ્રામ સ્થિત મેદાંતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

READ ALSO

Related posts

રાજ્યની બહાર જવા કોર્ટમાં દાખલ અરજી નામંજૂર, જામીન શરતોમાં રાહત માટે હાર્દિકે કરી હતી અરજી

pratik shah

બિહાર ઈલેક્શન: Corona દર્દીઓ પણ આપી શકશે વોટ, એક કલાક સુધી વધારવામાં આવી સમય મર્યાદા

Arohi

ગુજરાત વિધાનસભાની 8 બેઠક પરની પેટાચૂંટણી અંગે મોટા સમાચાર, આ તારીખે યોજાશે બેઠક

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!