GSTV

ભાજપમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર કર તો સારો હોદો મળે, આ કોંગી નેતાએ માર્યો ટોણો

Last Updated on July 23, 2020 by

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ ભાજપ અને સી.આર.પાટીલ પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર કર તો સારો હોદો મળે તેવો કટાક્ષ કરીને મોઢવાડીયાએ સીઆર પાટીલને મેટ્રીક ફેલ તેમજ ક્રાઇમ રેકોર્ડ ધરાવા નેતા ગણાવ્યા. જેમાં 94 કરોડની લોન કૌભાંડ સહિત સી.આર.પાટીલ સામે કુલ 107 ગુના નોંધાયા હોવાની પણ વાત કરી.

સીઆર પાટીલ વડાપ્રધાનને મળ્યા

દિલ્હી ખાતે ભાજપાના નવા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ વડાપ્રધાનને મળ્યા. ભાજપના પ્રદેશ અધ્યક્ષનો પદભાર સંભાળ્યા બાદ સી.આર.પાટીલની વડાપ્રધાન સાથે આ પ્રથમ મુલાકાત છે. ગુજરાતની સ્થિતિ અંગે ટૂંકમાં ચર્ચા કરી હતી. પાટીલને પ્રધાનમંત્રીએ અભિનંદન આપ્યા હતા. આવતીકાલે ભાજપા અધ્યક્ષ સુરત ખાતે આવશે. સુરતમાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. શહેર ભાજપ દ્વારા કાર રેલીનું આયોજન કરાયું છે. જો કે પોલીસ દ્વારા હજી સુધી કાર રેલીની પરવાનગી આપવામાં આવી નથી.

READ ALSO

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!