GSTV

અર્જૂન મોઢવાડીયાનો રૂપાણી સરકાર પર આક્ષેપ, સરકાર સંક્રમણ અને મૃત્યુના આંકડા છૂપાવે છે !

ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે, ત્યારે કોંગ્રેસ દ્વારા સતત રાજ્ય સરકાર આંકડા છુપાવવાથી લઈને મહામારીને નાથવામાં નિષ્ફળ રહ્યાં હોવાના આક્ષેપ કરે છે. ત્યારે આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડીયાએ સરકારમાં રાજ્યમાં સંક્રમણ અને મૃત્યુના આંકડા છુપાવે છે, તેવા આક્ષેપો કર્યા છે.

પત્રકાર પરિષદ સંબોધતા અર્જુન મોઢવાડીયાએ કહ્યું કે, મે મહિનામાં રોજના 204 લોકોના મૃત્યુ સ્મશાનમાં નોંધાયા છે. અમદાવાદમાં સ્મશાનભૂમિમાં જાન્યુઆરીમાં 3535 નોંધાયા છે. જ્યારે સુરતમાં રોજના 100 કોરોનગ્રસ્ત સ્મશાનગૃહમાં નોંધાયા છે. મોઢવાડીયાએ આક્ષેપ કરતા કહ્યું કે, કાગળ પર સારા દેખાવા સરકાર મૃત્યુના આંકડા છુપાવવામાં આવી રહ્યાં છે.

રાજ્ય સરકાર આંકડાઓ છુપાવી લોકોમાં ગંભીરતા ઓછી કરી રહી છે. ત્યારે તેઓએ કહ્યું કે, સરકાર સાચા આંકડા નહી આપે સીટીઝન કમિશન બનાવી આંકડા જાહેર કરીશુ. સાથે જ તેઓએ ભાજપને સુપર સ્પ્રેડર બનતા રોકવામાં આવે છે. કોંગ્રેસ નેતાએ આક્ષેપ કર્યા કે, ભાજપે નમસ્તે ટ્રમ્પથી લઈ નમસ્તે પાટીલ સુધી કોરોના ફેલાવ્યો છે.

READ ALSO

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!