GSTV
Home » News » ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ : એક પણ ગોલી ચલાવ્યા વિના કેવી રીતે પકડ્યો ભારતના ઓસામાને ?

ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ : એક પણ ગોલી ચલાવ્યા વિના કેવી રીતે પકડ્યો ભારતના ઓસામાને ?

india most wanted teaser

અર્જૂન કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ મોસ્ટ વોન્ટેડનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં અર્જૂન કપૂર પ્રભાત કપૂર નામના ઈન્ટેલિજન્ટ્સ બ્યૂરોના ઓફિસરનો કિરદાર પ્લે કરી રહ્યો છે. જે ભારતના ઓસામા તરીકે કુખ્યાત એવા ખતરનાક મોસ્ટ વોન્ટેડ ટેરરિસ્ટને પકડવા માટે મિશન તૈયાર કરે છે.

કુલ 30 સેકન્ડના ટીઝરમાં અર્જૂન કપૂર 4 લોકોની ટીમ સાથે ખતરનાક મિશન પર જાય છે. આ સિવાય ફિલ્મના ટીઝરમાં કંઈ ખાસ બહાર નથી આવ્યું. અર્જૂનનો લૂક ફિયરલેસ લાગી રહ્યો છે. જે તેની અગાઉની તમામ ફિલ્મોથી હટકે છે. જો કે નમસ્તે ઈંગ્લેન્ડની નિષ્ફળતા બાદ આ ફિલ્મ અર્જૂનની કરિયરને ફરી પાટા પર ચડાવી શકે છે કે નહીં તે જોવાનું રહેશે.

ટીઝરમાં દર્શાવવામાં આવ્યું છે કે વર્ષ 2007થી 2013ની વચ્ચે એક ગુમનામ શખ્સે ભારતના ઘણા શહેરોમાં 52 જેટલા બ્લાસ્ટ કર્યા. જેમાં 810 લોકો ઘાયલ થઈ જાય છે અને 433 લોકો મૃત્યું પામે છે. ફિલ્મના ટીઝરમાં ક્યા ક્યા શહેરમાં બોમ્બ બ્લાસ્ટ થયા તે પણ દેખાડવામાં આવ્યું છે. જેમાં હૈદરાબાદ, જયપૂર, અમદાવાદ, બેંગ્લૂરૂ, પુણે, દિલ્હી અને મુંબઈ જેવા શહેરોનો સમાવેશ થાય છે.

ફિલ્મના ટીઝરમાં એક અવાજ સાંભળવા મળી રહ્યો છે જે ભગવત ગીતાનો એક ડાઈલોગ બોલતો સાંભળી શકાય છે. આત્મા ક્યારેય નથી મરતી, શરીર મરે છે, હું લોકોને મારી નથી રહ્યો બસ તેને બીજાઓના શરીરમાં મોકલી રહ્યો છું. આ હું નથી કહેતો ગીતામાં કૃષ્ણએ કહ્યું છે.

ફિલ્મનું પોસ્ટર રિવીલ કરવામાં આવ્યું છે જેમાં ઘણી ભીડ જોવા મળી રહી છે. આ ભીડમાંથી બે ચહેરા ઉભરીને આવે છે જેમાં એક ચહેરો અર્જૂન કપૂરનો છે અને બીજો ચહેરો સંજય મિશ્રાનો છે. આ બંને સિવાય ક્રાઉડમાંથી ત્રણ બીજા ચહેરાઓ પણ સામે આવે છે. જે ફિલ્મની પૂરી સ્ટારકાસ્ટ છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં બનશે સાત ફ્લાય ઓવર બ્રિજ, જાણો તમારા વિસ્તારનો નંબર લાગ્યો કે નહી

Nilesh Jethva

સાબરડેરીમાં ભરતી મામલે વાયરલ થયેલી કથિત ઓડિયો ક્લિપ બાદ લેવાયો આ નિર્ણય

Nilesh Jethva

15 વર્ષીય સગીરા પર સાવકા પિતાએ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!