બોલીવુડનો આ અભિનેતા કચ્છની મુલાકાતે, એક ઝલક મેળવવા ચાહકોએ કરી પડાપડી

બૉલીવુડ અભિનેતા અર્જુન કપૂરે કચ્છ ની મુલાકાત લીધી હતી. અર્જુન કપુર આવ્યાના સમાચાર ફેલાતા તેના ફેન્સના ટોળા ઉમટયા હતા. અજુર્ન કપુર ગઈકાલે રાત્રે રણોત્સવમાં સામેલ થવા પોતાના મિત્રો સાથે આવ્યો હતો.રણોત્સવમાં રોકાણથી ખુશખુશાલ અર્જુને પોતાની મુલાકાતના ફોટા પોતાના ફેન્સ માટે સોશીયલ એકાઉન્ટમાં પણ પોસ્ટ કર્યા હતા.

અર્જૂનની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. અભિનેતાના ફેન્સ તેની આ મુલાકાતથી ખૂબ જ ખુશ થઇ ગયાં હતા. અર્જૂને શેર કરેલી તસવીરમાં બ્લેક જીન્સ, ક્રીમ કલરનું જેકેટ અને સ્કાર્ફ તથા કેપ સાથે ડેપર લાગી રહ્યો છે.

અર્જૂનની પર્સનલ લાઇફ વિશે વાત કરીએ તો હાલ અર્જૂન કપૂર મલાઇકા અરોરાને ડેટ કરી રહ્યો છે.

કૉફી વિથ કરણના તાજેતરના એપિસોડમાં આમિર ખાન ગેસ્ટ તરીકે હાજર રહ્યો હતો. શૉમાં મલાઇકા અરોરાએ સ્પેશિયલ અપીયરન્સ આપી હતી. એન્ટ્રી સમયે આમિર અને કરણ, મલાઇકાનો હાથ પકડીને તેને મંચ સુધી લાવી રહ્યાં હતાં, તે જ સમયે કરણે કહ્યું કે, આ ટૂંક સમયમાં તમારા જીવનમાં પણ થવા જઇ રહ્યું છે. કરણની વાત સાંભળીને મલાઇકા તેને ચુપ રહેવા કહે છે. બીજી બાજુ સૂત્રોનું કહેવું છે કે અર્જૂન-મલાઇકા એપ્રિલ 2019માં લગ્ન કરી લેશે.

ઉલ્લેખનીય છે કે અર્જુન કપૂર અને મલાઇકા અરોરાનું નામહાલના દિવસોમાં વધારે ચર્ચામાં છે. તેની શરૂઆત મિલાન એરપોર્ટ બંનેની હાથમાં હાથનાખીને ફરતી તસવીર વાયરલ થયા પછી થઈ છે.

અત્યારસુધી મીડિયા સામે સંતાકૂકડી રમનાર આ લવબર્ડ્સ અર્જુન કપૂર અને મલાઇકા અરોરા ટૂંકસમયમાં જ પોતાનાં સંબંધને હવે લગ્નમાં બદલવા જઇ રહ્યાં છે. સુત્રોના મતે આ સંબંધમાં બધુ યોગ્ય ચાલી રહ્યું છે. તેથી મલાઇકા અને અર્જુન એક કદમ આગળ વધી જલ્દી લગ્નનું નામ આપવાનું વિચારી રહ્યા છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter