શ્રીદેવીના નિધનની જાણ થઇ ત્યારે શું થયું હતું? અર્જૂન કપૂરે કર્યો મોટો ખુલાસો

કરન જોહરના ચેટ શો કોફી વિથ કરનમાં ગત રવિવારે ગેસ્ટ તરીકે અર્જૂન કપૂર અને જ્હાન્વી કપૂર આવ્યા હતા. આ શોમાં બંનેએ પોતાની લાઈફના દરેક પહેલુ પર ખુલીને વાત કરી હતી. શો દરમિયાન અર્જૂને એ ખુલાસો પણ કર્યો કે જ્યારે તેને શ્રીદેવીના મૃત્યુના સમાચાર મળ્યા તો ત્યારે તેનુ રિએક્શન કેવુ હતુ.

ચેટ શો દરમિયાન કરન જોહરે કહ્યુ, શ્રીદેવીના ગયા બાદ અર્જૂન આખા પરિવાર માટે એક સ્ટ્રેન્થ બનીને સામે આવ્યો.આ અંગે અર્જૂને કહ્યુ, તેમના જવાના સમાચારે એક પળમાં મારું જીવન બદલી નાંખ્યુ. હુ ક્યારેય નહીં ઈચ્છુ કે આવુ કોઈ દુશ્મન સાથે પણ થાય. મે અને અંશુલાએ જે પણ કર્યુ તે એકદમ સાચા દિલથી કર્યુ.

અર્જૂને જણાવ્યુ હતુ કે, મને અને અંશુલાને સારી રીતે એ વાતનો અહેસાસ હતો કે આવા સમયમાં કોઈ સપોર્ટની કેટલી જરૂર હોય છે. તે સપોર્ટ જરૂરિયાતના સમયે આપણને ના મળે, પરંતુ એનો મતલબ એવો નથી કે તે પ્રેમ અને સપોર્ટ ખુશી અને જ્હાન્વીને પણ ના મળે.

અર્જૂને જણાવ્યુ હતુ કે, મારી મમ્મી આજે જીવિત હોત તો તે પણ એ જ કહેત કે હુ તે બંનેના સપોર્ટમાં રહુ. દિલમાં કોઈ ફરિયાદ ન રાખો. જિંદગી ખૂબ જ નાની છે. વધુમાં અર્જૂને જણાવ્યુ હતુ કે, જ્યારે મને આ વાતની ખબર પડી કે શ્રીદેવીનુ મૃત્યુ થયુ છે.

તે સમયે કોઈપણ નિર્ણય લેતા પહેલા હું અંશુલા પાસે વાતચીત કરવા ગયો. મોડી રાત્રે 2 વાગ્યે હું તેની પાસે ગયો. અંશુલા સાથે વાત કરવા માટે મને ઘણી હિંમત જોઈએ. હુ હયો અને તેની પાસે જઈને માત્ર એટલુ કહ્યુ, મને લાગે છે કે આ યોગ્ય સમય છે, તારું શુ માનવુ છે?

અર્જૂને જણાવ્યુ હતુ કે, મારો સવાલ સાંભળ્યા બાદ અંશુલાએ મને જે પહેલો સવાલ કર્યો એ હતો કે- બંને છોકરીઓ ક્યાં છે? જણાવી દઇએ કે અર્જૂન કપૂર અને શ્રીદેવી વચ્ચે ક્યારેય કોઇ ખાસ સંબંધો ન હતાં. પરંતુ તેમના નિધન બાદ એક્ટરે પરિવારના એક જવાબદાર સભ્યની જેમ જ પોતાની ભૂમિકા નિભાવી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter