મલાઈકા અરોડાના પુત્રને પસંદ છે અર્જુન કપૂર? જુઓ Photo

તાજેતરમાં અર્જુન કપૂર અને મલાઈકા અરોડાનુ અફેર સતત ચર્ચાઈ રહ્યું છે. કહેવાઈ રહ્યું છે કે મલાઈકા ટૂંક સમયમાં પોતાના અને અર્જુનના સંબંધને લઇને સત્તાવાર જાહેરાત કરી શકે છે. મીડિયા સાથે ઘણા દિવસો સુધી સંતાકૂકડી રમ્યા બાદ બંને કલાકારો હવે સાથે જોવા મળી રહ્યાં છે. હાલમાં જ અર્જુન મલાઈકા અને તેના પુત્ર અરહાનની સાથે જોવા મળ્યા હતાં.

મલાઈકા અરોડા અને અર્જુન કપૂર ભલે દુનિયાથી પોતાના પ્રેમને છૂપાવી રહ્યા હોય પરંતુ તેમની તસ્વીરો બધુ જ જણાવી દે છે. હાલમાં અર્જુન કપૂર મલાઈકા અને અરહાન એકસાથે જોવા મળ્યા હતાં. સામે આવેલી તસ્વીરમાં ત્રણેય લોકો એક રેસ્ટોરન્ટમાંથી બહાર નિકળી રહ્યા છે. આવુ પ્રથમ વખત છે કે જ્યારે મલાઈકા, પુત્ર અરહાન અને અર્જુન એકસાથે જોવા મળ્યા હોય. આ દરમ્યાન અર્જુન અને અરહાન ખૂબ ફ્રેન્ડલી રીતે જોવા મળ્યા હતાં.

અરબાઝ ખાન સાથે તલાક લીધા બાદ મલાઈકા સતત અર્જુન કપૂરના સંબંધને લઇને ચર્ચામાં રહી છે, પરંતુ બંને સ્ટારે ક્યારેય પણ આ વાતનો સ્વીકાર કર્યો નથી. તો બીજી તરફ અરહાન પહેલા અર્જુન મલાઈકાના ગર્લગેંગ સાથે પણ જોવા મળ્યા છે. પાર્ટી હોય કે પછી કોઈ કાર્યક્રમ અર્જુન અને મલાઈકા મોટાભાગે સાથે જોવા મળી રહ્યાં છે.

પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો મલાઈકા અત્યારે રીયાલિટી શોને જજ કરી રહી છે. તો અર્જુન કપૂર ફિલ્મ પાનીપત અને ઈન્ડિયા મોસ્ટ વોન્ટેડ જેવી ફિલ્મોમાં દેખાઈ શકે છે. હાલમાં જ તેઓ નવા લુકમાં જોવા મળ્યા હતાં. જેમાં અભિનેતા મૂછો સાથે દેખાયા હતાં.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter