મલાઈકા સાથે લગ્નના સવાલ પર આ શું બોલી ગયો અર્જુન? તારીખ અંગે કહ્યું કે…

Arjun Kapoor

મલાઇકા અરોરા અને અર્જૂન કપૂર લાંબા સમયથી અફેરને લઇને ચર્ચામાં છે. હવે બંનેનું સાથે જોવા મળવું પણ સામાન્ય વાત થઇ ગઇ છે. આ વેડિંગ સિઝનમાં એવી પણ ચર્ચા થઇ કે મલાઇકા-અર્જૂન જલ્દીથી લગ્ન કરી શકે છે.

બોલિવુડના જાણીતા ગોસિપ કપલ અર્જુન અને મલાઈકા અરોડાને લઈને ધણા સમયથી લગ્નની અફવાહ સામે આવતી રહે છે. આવામાં મલાઈકાએ રિલેશન અંગે તો વાત કરી છે પરંતુ લગ્ન વિશે કંઈ પણ કહેવાનું ટાળ્યું છે. આવામાં પહેલી વખત મીડિયાના સવાલ પર અર્જુન કપૂરે પ્રતિક્રિયા આપી છે. અર્જુને જણાવ્યું કે, વાત કરવા માટે જો કંઈ હશે તો તમને જરૂરથી જાણ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ચર્ચા છે કે બન્ને એપ્રિલમાં લગ્નના બંધનમાં બંધાઈ જશે.

આ વચ્ચે મલાઇકાએ પણ પહેલી વખત અર્જૂન સાથે સંબંધ અને પોતાની પર્સનલ લાઇફના ઘણા ખુલાસા કર્યા હતા. પહેલા માહિતી મળી હતી કે મલાઇકા, અર્જુનની સાથે એપ્રિલમાં ચર્ચમાં લગ્ન કરશે.

લગ્નની વાત પર આ બોલી હતી મલાઈકા

તેણે જણાવ્યું હતું કે, ‘દરેક લોકો એક રિલેશન તો ઇચ્છે જ છે. આ માટે મને ઘણા લોકોએ કહ્યું હતું કે મારે ડિવોર્સ લેવા જોઇએ નહીં. પરંતુ હું નિર્ણય લઇ ચુકી હતી. હવે હું મારા લીધેલા નિર્ણયથી ખૂબ ખુશ છું. જે થયું એ સારું જ હતું.’

મલાઇકાએ કહ્યું, ‘મને લાગે છે કે બધા મૂવ ઑન થઇને પ્રેમ અને એક સાથી મેળવવા ઇચ્છે છે. કોઇક એવું જેની સાથે તમારો મનમેળ હોય. જો એવું થઇ જાય છે તો તમે લકી છો. તમને જીવનમાં ખુશ રહેવાની બીજી તક મળી ગઇ.’

અર્જુન કપૂરે એક ટોક શોમાં કહી હતી આ વાત

જણાવી દઇએ કે થોડાક સમય પહેલા અર્જૂન કપૂર પણ એક ટૉક શો માં પહોંચ્યો હતો. અહીંયા તેને પૂછવામાં આવ્યું હતું, ‘શું તે પોતાની ગર્લફ્રેન્ડને પોતાના પરિવારને મળાવશે?’ તેના પર અર્જુન કહે છે, ‘એવું ઘણું બધું છે જે પરિવારમાં છેલ્લા કેટલાક મહિનામાં થયું છે તેને મને જીવવાનો નવો દ્રષ્ટિકોણ આપ્યો છે.’

થોડા દિવસો અગાઉ અરબાઝે પોતાની પર્સનલ લાઇફને લઇને વાત કરી હતી. અરબાઝે જૉર્જિયાની સાથે પોતાના સબંધની વાતનો સ્વિકાર કર્યો અને અરહાનની સાથે પોતાના સંબંધનું સત્ય પણ જણાવ્યું.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter