જહાનવી કપૂર અને અર્જુન કપૂર વચ્ચે સ્પેશિયલ બોન્ડિંગ ઘણી વાર જોવા મળ્યું છે. તેથી જ્યારે અર્જુન કપૂરની બહેન જહાનવીની ફિલ્મ રિલીઝ થવાની છે, ત્યારે આ ખાસ મોકાની રાહ કપૂર પરિવાર સાથે સાથે અભિનેતા અર્જુન કપૂર પણ જોઈ રહ્યો છે.
ફિલ્મ “ધડક” 20 જુલાઇ ના રોજ રિલીઝ થવાની તૈયારીમાં છે. અભિનેતાએ તેના એક્સાઈટમેંટમા તેના ઇન્સ્ટા પર ફોટો પોસ્ટ કરીને જણાવ્યું છે. અર્જુને જહાનવીને મેસેજ આપતા પોતાની તસવીર શેર કરી છે અને કેપ્શનમા લખ્યું હતું કે ધડક 72કલાક પછી રિલીઝ થવા જઈ રહી છે.
તમને જણાવી દઈએ કે, અર્જુન કપૂર જહાનવી કપૂરની ફિલ્મ ધડકના ટ્રેલર અને સ્પેશિયલ સ્ક્રિનિંગમાં આવી શક્યા નહતા. અર્જુન હાલ “નમસ્તે ઇગ્લેન્ડ”નું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ હવે મુંબઈ પરત ફર્યો છે.
તમને જણાવી દઇએ કે, શ્રીદેવીની મોત પછી અર્જુન તેની બહેનોની નજીક રહે છે. તે તેમને અનેક રીતે સપોટૅ કરે છે. અર્જુન, જહાનવીની ખુશી માટે પ્રોટિક્ટવ રહેતો હોય છે. તાજેતરમાં આઇફામાં બેસ્ટ અભિનેત્રીનો એવોડૅ લેવા માટે ગયા હતા. પછી તેઓ ભાવનાત્મક બની ગયા તરત જ અર્જુન સ્ટેજ પર ગયો અને પિતાને ટેકો આપ્યો.