GSTV
Home » News » મલાઈકા અરોરા માટે પ્રોટેક્ટિવ થયો અર્જુન, Video થઈ ગયો Viral

મલાઈકા અરોરા માટે પ્રોટેક્ટિવ થયો અર્જુન, Video થઈ ગયો Viral

અર્જુન કપુર અને મલાઈકા અરોડાના રિલેશનની ચર્ચા હાલમાં ખૂબ થઈ રહી છે. ખબર અનુસાર બન્ને ટૂંક સમયમાં બન્નેના લગ્નની તારીખ પણ ફાઈનલ કરી શકે છે. જોકે આ વિશે કોઈ ઓફિસિયલ જાહેરાત કરવામાં નથી આવી. લેક્મે ફેશન વીક 2018માં પહેલી પબ્લિક અપિરિયંસ આપ્યા બાદ બન્નેને ધણી જગ્યાઓ પર એક સાથે જોવામાં આવ્યા છે.

મંગળવાર રાત્રે પણ બંન્નેને એક સાથે ડિનર ડેટ પર સ્પોર્ટ કરવામાં આવ્યા હતા. શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને પોતાની ગર્લ ગેન્ગ માટે પાર્ટી આપી હતી. પાર્ટીમાં કરિશ્મા કપૂર, અમૃતા અરોડા અને નતાશા પૂનાવાલા તો જોવા મળ્યા જ હતા સાથે જ અર્જુન મલાઈકાની જોડી પણ જોવા મળી હતી. બધા ડિનર કરીને ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે પાપારાઝીએ તેમને ઘેરી લીધા. તેજ સમયે અર્જુન મલાઈકા માટે ખૂબ પ્રોટેક્ટીવ જોવા મળ્યો.

અર્જુને પાપારાઝીને દૂર રહેવા જણાવ્યું. સાથે જ તેમણે કહ્યું કે તમે લોકો રસ્તો બ્લોક ન કરો આ પહેલા પણ તે કેમરામેનને એક વખત આવી સલાહ આપી ચુક્યો હતો. જાણવા મળી રહ્યું છે કે અર્જુન કપૂરે ફોટોગ્રાફર્સને સલાહ આપી કે તે મલાઈકા અરોડાના ઘરની બહાર ઉભા રહેવાનું બંધ કરી દે.

તમને જણાવી દઈએ કે આ ડિનર પાર્ટીમાં અર્જુન કપૂર કેજ્યુઅલ લુકમાં જોવા મળ્યા ત્યાંજ મલાઈકા વ્હાઈટ કલરના જંપ સૂટમાં જોવા મળી હતી. કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણમાં અર્જુન કપૂરે કહ્યું હતુ કે તે સિંગલ નથી. પરંતુ તે કોની સાથે રિલેશનશિપમાં છે તેનો ખુલાસો નથી કરવા માંગતો.

Read Also

Related posts

સુરતમાં બંધ પડેલાં ઓર્ગેનિક વેસ્ટ પ્લાન્ટ ઉપર આ રીતે થાય છે લાખોનું કૌભાંડ

Mansi Patel

કાયમ માટે બંધ થઈ આ બેંક, જો તમારા પણ પૈસા જમા હોય તો જલ્દી ઉપાડી લો !

Ankita Trada

ગાંધીનગર ખાતે LRD પરીક્ષામાં અનામત કેટેગરીની મહિલાઓએ કર્યો અન્નત્યાગ, 44 દિવસથી સરકાર સામે કરી રહી છે વિરોધ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!