બોલીવુડ એક્ટર રણવીર સિંહ પોતાની વિચિત્ર સ્ટાઇલ સ્ટેટમેન્ટને લઇને જાણીતો છે. ક્યારેક સ્કર્ટ તો ક્યારેક રંગબેરંગી કપડા પહેરીને પબ્લિક ઇવેન્ટમાં હાજર રહેતો હોય છે. જેના કારણે તે અનેકવાર ટ્રોલ થઇ ચુક્યો છે. લોકો તેના આ લુકને લઇને ઘણી ખરીખોટી સંભળાવતાં હોય છે.
તેવામાં હવે અર્જૂન કપૂર પણ તેને ટ્રોલ કરવામાં બાકી રહ્યો નથી. હકીકતમાં રણવીર સિંહ પોતાની અપકમિંગ ફિલ્મ ‘ગલી બૉય’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. જેના માટે તે અલગ અલગ અવતારમાં ફિલ્મને પ્રમોટ કરી રહ્યો છે.
તાજેતરમાં જ તેણે સ્ટાઇલિશ પેન્ટ અને લૉન્ગ કોટમાં એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જેને જોઇને અર્જૂન કપૂર પણ તેની ખિલ્લી ઉડાવવામાંથી બાકાત રહ્યો ન હતો. અર્જૂને રણવીરના આ લુક પર ફની કમેન્ટ કરતાં લખ્યું કે, નારંગી-મોસંબી વાલા….
જણાવી દઇએ કે રણવીર સિંહ અને અર્જૂન કપૂર સારા મિત્રો છે. બંનેએ ફિલ્મ ‘ગુંડે’માં સાથે કામ કર્યુ હતુ. જે દરમિયાન તેમની જુગલબંધી ફેન્સને ખૂબ પસંદ આવી હતી. રણવીર અને અર્જૂન સોશિયલ મીડિયા પર એકબીજાની ખિલ્લી ઉડાવતાં રહેતાં હોય છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો રણવીરની ફિલ્મ ગલી બૉય 14 ફેબ્રુઆરીની રોજ રીલીઝ થઇ રહી છે. જેમાં તે આલિયા ભટ્ટ સાથે નજરે પડશે. જો અર્જૂનની વાત કરીએ તો તે ફિલ્મ પાનીપતમાં મુખ્ય ભુમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 6 ડિસેમ્બરના રોજ રીલીઝ થશે.
Read Also
- SBIએ બદલ્યા ATMને લઇ નિયમો? 4થી વધુ ટ્રાન્ઝેક્શન પર લાગશે 173 રૂપિયાનો ચાર્જ
- Personal Loan: આ દસ્તાવેજનો ઉપયોગ કરી સરળતાથી લઈ શકો છો પર્સનલ લોન, આ રીતે કરો અરજી
- કામની વાત! આધાર કાર્ડને અપડેટ કરાવતા લેવાય છે બહોળો ચાર્જ, આવો અનુભવ તમને પણ થાય તો અહિં નોંધાવો ફરિયાદ
- લાલ સૂટમાં સપના ચૌધરીનો શાનદાર ડાન્સ, સોશિયલ મીડિયા પર વીડિયોએ મચાવી ધૂમ
- રખડતા ઢોરે લીધો વધુ એક જીવ : અંધારામાં રસ્તા પર બેસેલી ગાય ન દેખાતા સર્જાયો અકસ્માત, બાઇક ચાલક યુવાનનું મોત