ઘણી વેબસાઈટ પર એવા સમાચારો આવતા હતા કે મલાઈકા અરોરા અને અર્જૂન કપૂર આવનારા મહિનાઓમાં પોતાના પહેલા બાળકનું સ્વાગત કરી શકે છે. આ સમાચાર આગની જેમ ફેલાઈ રહ્યા હતા. પરંતુ અર્જૂન કપૂરે આ બાબત પર ગુસ્સે થઈને પૂર્ણ વિરામ લગાવી દીધું છે. જણાવી દઈએ કે અર્જૂને પોતાના ઈંસ્ટાગ્રામ હેન્ડલ પર એક સ્ટોરી મૂકી છે.

સ્ક્રીનશોટ શેર કરી ઘણું બધું લખ્યું
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર અર્જુન કપૂરે મલાઈકા અરોરાની પ્રેગ્નન્સીના સમાચારનો સ્ક્રીનશોટ શેર કરતા ઘણું બધું લખ્યું છે. રિપોર્ટર અને વેબસાઈટને ટેગ કરતા અભિનેતાએ કહ્યું કે કેટલી બધી બેદરકારીથી આવા સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ ખૂબ અસંવેદનશીલ અને અનૈતિક છે.

પ્રેગ્નન્સીના સમચારાથી ભડક્યો
હકિકતમાં આ રિપોર્ટમાં મલાઈકા અરોરાની પ્રેગ્નન્સી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. આ મુજબ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ઓક્ટોબરમાં લંડન ગયા હતા, જ્યાં બંનેએ તેમના નજીકના મિત્રોને આ પ્રેગ્નન્સી વિશે જણાવ્યું હતું. આ સમાચારથી ગુસ્સે થઈને અભિનેતાએ કહ્યું કે તે ઘણીવાર આવા નકલી ગોસિપ આર્ટિકલ્સને ઈગ્નોર કરે છે જેને કારણે પત્રકારો આવા સમાચાર પ્રકાશિત કરતા રહે છે. આ બરાબર નથી.
વાયરલ થવા લાગ્યું એક્ટરનું રિએક્શન
અર્જુન કપૂરે પોતાની વાત પૂરી કરતા લખ્યું કે અમારી અંગત જિંદગી સાથે રમવાની હિંમત ના કરો. એક્ટરનું આ રીએક્શન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. તો જે વેબસાઇટનો સ્ક્રીનશોટ શેર કરવામાં આવ્યો છે તેણે મલાઈકાના પ્રેગ્નન્સીના સમાચારને અનપબ્લિશ કરી દીધું છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Turkey Syria Earthquake: ગર્ભવતિ મહિલાએ બાળકીને આપ્યો જન્મ, પરંતુ કાટમાળમાં ફસાયેલી માતાએ તોડ્યો દમઃ હૃદયદ્રાવક બની ઘટના
- BIG NEWS: ઓરેવાના માલિક જયસુખ પટેલના 7 દિવસના રિમાન્ડ પૂર્ણ, કોર્ટમાં ફરીથી કરાશે રજૂ
- જગતના તાત માટે આવ્યો સુવર્ણ અવસર / ડ્રોનથી થશે ખેતી, SBI ખેડૂતોને ડ્રોન ખરીદવા માટે સસ્તી લોન આપશે
- RBIએ રેપોરેટ વધાર્યો / હોમ લોનના વ્યાજ છેલ્લા 9 મહિનામાં 2.5 ટકા વધ્યા, રેપો રેટ 6.25 ટકાથી વધીને 6.50 ટકા થયો
- ઈન્ટરનેશનલ ક્રિકેટ જગતના એવા પ્રખ્યાત ખેલાડી જેણે પોતાનો ધર્મ બદલ્યો, કોણ છે આ મહાનુભાવો ?