GSTV
Home » News » અર્જૂન કપૂરે મલાઈકા સાથેના લગ્નને લઈ જે જવાબ આપ્યો તેનાથી મલાઈકા નિરાશ થશે

અર્જૂન કપૂરે મલાઈકા સાથેના લગ્નને લઈ જે જવાબ આપ્યો તેનાથી મલાઈકા નિરાશ થશે

જ્યારથી મલાઈકા અરોરા અને અર્જૂન કપૂરનું અફેર ચર્ચામાં છે, ત્યારથી તેમના લગ્નના અહેવાલોએ જોર પકડ્યુ છે. ત્યારે બોલીવુડની આ મચઅવેઈટેડ લગ્નની રાહ કપલ કરતાં વધારે તેમના ફેન્સને છે. ત્યારે અર્જૂન કપૂરે એક સમાચારપત્ર સાથેની વાતચીતમાં સ્પષ્ટતા કરી હતીકે, તે હાલ લગ્ન કરવાનો નથી, હજી તો 33 વર્ષનો જ છે. અને લગ્ન કરવાની કોઈ ઉતાવળ નથી. એટલુ જ નહી વધુમાં તેણે કહ્યુ હતુકે, તે તેના લગ્નના વિષય પર વાત કરવા પણ માંગતો નથી. જો તે લગ્ન કરવાનો હશે તો લોકોને આ અંગેની જાણ થઈ જશે. આજના સમયમાં કોઈ વાત છુપાવીને રાખી શકાતી નથી.આમ પણ તેના લગ્નની વાત કોઈને નુકસાન પહોંચાડતી નથી.

લગ્નને લઈ અર્જુને કહ્યું હતું કે, તે એક મોટી જવાબદારી છે. તે લગ્ન જરૂરથી કરશે પરંતુ જ્યારે તે લગ્નની જવાબદારી ઉપાડવા તૈયાર થશે ત્યારે જ કરશે. મલાઈકા તેના માટે સ્પેશ્યિલ છે કે નહીં? તેના જવાબમાં અર્જુન કપૂરે સ્વીકાર્યું હતું કે મલાઈકા તેના માટે ખાસ છે.

ઉલ્લેખનીય છે કે, અર્જુન તથા મલાઈકા 19 એપ્રિલના રોજ ક્રિશ્ચિયન વિધિથી લગ્ન કરવાની ચર્ચા થતી હતી. જોકે, પછી એમ કહેવામાં આવ્યું હતું કે અર્જુન કપૂર ‘પાનીપત’ના શૂટિંગમાં વ્યસ્ત હોવાને લગ્નમાં મોડું થયું છે. અર્જુન પહેલાં પ્રોફેશનલ કમિટમેન્ટ્સ પૂરા કરીને જૂનમાં લગ્ન કરશે તેમ માનવામાં આવતું હતું.

READ ALSO

Related posts

સોનભદ્ર હત્યાકાંડ પર દીદી બોલ્યા- ભાજપ બંગાળમાં આવી શકે, અમને યુપીમાં ન જવા દીધા

Riyaz Parmar

શીલા દીક્ષિતે આ ફિલ્મ એટલી બધી વાર જોઈ કે ઘરના લોકોને પાડવી પડી ના

Nilesh Jethva

દ્રાસમાં રાજનાથસિંહે કારગિલ યુદ્ધના વીર શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!