GSTV
Home » News » અર્જૂન-મલાઇકા 2019માં કરી લેશે લગ્ન? કરણ જોહરે આપ્યાં આ સંકેત

અર્જૂન-મલાઇકા 2019માં કરી લેશે લગ્ન? કરણ જોહરે આપ્યાં આ સંકેત

બોલીવુડમાં હાલ વેડિંગ સીઝન ચાલી રહીછે. દીપિકા-રણવીર, પ્રિયંકા-નિક બાદ અન્ય એક સેલિબ્રીટી કપલનું નામ ચર્ચામાં છે.અહીં વાત થઇ રહી છે ર્જૂન કપૂર અને મલાઇકા અરોરાની. બંનેના લગ્નની અટકળો થઇ રહીછે. હવે કરણ જોહરે પોતાના ચેટ શૉ કૉફી વિથ કરણમાં મલાઇકા-અર્જૂનના લગ્નને લઇનેસંકેત આપ્યાં છે.

કૉફી વિથ કરણના તાજેતરના એપિસોડમાં આમિર ખાન ગેસ્ટ તરીકે હાજર રહ્યો હતો. શૉમાં મલાઇકા અરોરાએ સ્પેશિયલ અપીયરન્સ આપી હતી. એન્ટ્રી સમયે આમિર અને કરણ, મલાઇકાનો હાથ પકડીને તેને મંચ સુધી લાવી રહ્યાં હતાં, તે જ સમયે કરણે કહ્યું કે, આ ટૂંક સમયમાં તમારા જીવનમાં પણ થવા જઇ રહ્યું છે. કરણની વાત સાંભળીને મલાઇકા તેને ચુપ રહેવા કહે છે. બીજી બાજુ સૂત્રોનું કહેવું છે કે અર્જૂન-મલાઇકા એપ્રિલ 2019માં લગ્ન કરી લેશે.

ઉલ્લેખનીય છે કે અર્જુન કપૂર અને મલાઇકા અરોરાનું નામહાલના દિવસોમાં વધારે ચર્ચામાં છે. તેની શરૂઆત મિલાન એરપોર્ટ બંનેની હાથમાં હાથનાખીને ફરતી તસવીર વાયરલ થયા પછી થઈ છે.

અત્યારસુધી મીડિયા સામે સંતાકૂકડી રમનાર આ લવબર્ડ્સ અર્જુન કપૂર અને મલાઇકા અરોરા ટૂંકસમયમાં જ પોતાનાં સંબંધને હવે લગ્નમાં બદલવા જઇ રહ્યાં છે. સુત્રોના મતે આ સંબંધમાં બધુ યોગ્ય ચાલી રહ્યું છે. તેથી મલાઇકા અને અર્જુન એક કદમ આગળ વધી જલ્દી લગ્નનું નામ આપવાનું વિચારી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મલાઇકા અરોરાએ પોતાનો 45મો જન્મ દિવસ ઉજવ્યો છે. પોતાના જન્મ દિવસને ખાસ બનાવવા માટે તે પોતાના કેટલાંક ફ્રેન્ડ્ઝ સાથે ઇટલીના મિલાન ગઇ હતી.

Related posts

ભાજપને બગાસું ખાતા પતાસું હાથ લાગ્યું, અંગત રજૂઆત માટે આવેલા કિંજલ દવેને પાર્ટીમાં જોડી દેવામાં આવ્યા

Nilesh Jethva

બંટી અને બબલીની સિક્વલમાં દેખાશે આ સ્ટાર, સ્કિપ્ટમાં થશે મોટો બદલાવ

Path Shah

સુરત પોલીસ કમિશનરે ગરબા કલાસીસને લઈને બહાર પાડ્યું જાહેરનામું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!