GSTV
Home » News » અર્જૂન-મલાઇકા ક્યારે કરશે લગ્ન, આ ખાસ મિત્રએ જ કરી નાંખ્યો મોટો ખુલાસો

અર્જૂન-મલાઇકા ક્યારે કરશે લગ્ન, આ ખાસ મિત્રએ જ કરી નાંખ્યો મોટો ખુલાસો

અર્જુન કપૂર અને મલાઇકા અરોરાનું નામહાલના દિવસોમાં વધારે ચર્ચામાં છે. તેની શરૂઆત મિલાન એરપોર્ટ બંનેની હાથમાં હાથનાખીને ફરતી તસવીર વાયરલ થયા પછી થઈ છે. અત્યારસુધી મીડિયા સામે સંતાકૂકડી રમનાર આ લવબર્ડ્સ અર્જુન કપૂર અને મલાઇકા અરોરા ટૂંકસમયમાં જ પોતાનાં સંબંધને હવે લગ્નમાં બદલવા જઇ રહ્યાં છે.

બંનેના અફેરની ચર્ચા જોરશોરથી ચાલી રહી હતી. પણ તે સમયે મલાઇકાએ એમ કહીને ના પાડી હતી કે અમે ફક્ત મિત્ર છીએ. મલાઇકાનું કહેવું છે કે લોકો આ સંબંધને ખોટું નામ આપીને પબ્લિસિટી આપી રહ્યા છે.

હવે ફરી મલાઇકા અને અર્જુન કપૂરનું નામ અફેર માટે ચર્ચાઈ રહ્યું છે. ફિલ્મ ફેયરમાં આવેલા રિપોર્ટ પ્રમાણે આ કથિત કપલ આગામી વર્ષે એટલે કે 2019 સુધી પોતાના સંબંધને નામ આપી શકે છે. તેનો મતલબ એવો છે કે મલાઇકા અને અર્જુન આગામી વર્ષે લગ્ન કરવાનું વિચારી રહ્યા છે.

મલાઇકા અને અર્જુનના નજીકના મિત્રએ ફિલ્મ ફેયર સાથે વાતચીતમાં કહ્યું હતું કે બંને એકબીજા સાથે ઘણો સમય પસાર કરવાનું પસંદ કરે છે. તેમણે ક્યારેય એકબીજા વિશે કશું કહ્યું નથી. તે આ સંબંધને લઈને ઘણા ખુશ છે.

સુત્રોના મતે આ સંબંધમાં બધુ યોગ્ય ચાલી રહ્યું છે. તેથી મલાઇકા અને અર્જુન એક કદમ આગળ વધી જલ્દી લગ્નનું નામ આપવાનું વિચારી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મલાઇકા અરોરાએ પોતાનો 45મો જન્મ દિવસ ઉજવ્યો છે. પોતાના જન્મ દિવસને ખાસ બનાવવા માટે તે પોતાના કેટલાંક ફ્રેન્ડ્ઝ સાથે ઇટલીના મિલાન ગઇ હતી. અહીં તેણે એક હૉટ ફોટોશૂટ કરાવ્યું હતું જે હાલ સોશિયલ મીડીયા પર વાયરલ થઇ રહ્યું છે.

મલાઈકા અરોરા છેલ્લા કેટલાક દિવસથી અર્જૂન કપૂર સાથેના રિલેશનને કારણે ચર્ચામાં છે. જોકે હવે ચર્ચા છે કે આ પ્રેમી પંખીડા ટૂંક સમયમાં જ પોતાના રિલેશનને ઓફિસિયલ કરી શકે છે. મલાઇકા અરોરા અને અર્જૂન કપૂરના અફેરની ચર્ચા ઘણા સમયથી થઇ રહી છે. અત્યારસુધી તેમણે જાહેરમાં પોતાના સંબંધો વિશે કોઇ નિવેદન આપ્યું નથી પરંતુ પાછલાં કેટલાંક સમયથી તેમની વચ્ચે નજરે પડતી કેમેસ્ટ્રી ઘણું બધુ કહી જાય છે.

આ પ્રેમી જોડું હવે મુંબઈ એરપોર્ટ પર હાથમાં હાથ નાખીને ચાલતુ જોવા મળ્યું હતું. તો મીડિયાના કેમેરા સામે આવતા જ બંને અલગ અલગ ગેટથી બહાર નીકળી ગયા હતા.

Related posts

આ રાજ્યમાં સાંબેલાધાર વરસાદ, કેનાલમાં ફસાયેલી બે વ્યક્તિઓનું કરાયું રેસ્કયું

Path Shah

અમદાવાદ: જાણીતી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરીને વેચવાનુ કૌભાંડ ઝડપાયું

Riyaz Parmar

WC-2019 AFG VS BAN:અફઘાનિસ્તાન સામે બાંગ્લાદેશની જીત, સેમી-ફાઈનલની આશા જીવંત

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!