GSTV
Home » News » આગામી વર્ષે લગ્ન કરી શકે છે મલાઈકા અરોડા અને અર્જુન કપૂર

આગામી વર્ષે લગ્ન કરી શકે છે મલાઈકા અરોડા અને અર્જુન કપૂર

ઘણાં દિવસોથી મલાઈકા અરોડા અને અર્જુન કપૂરના સંબંધની વાતો ચર્ચાઈ રહી છે. હવે આ ચર્ચા પર અપડેટ આવી ગયુ છે. સમાચાર છે કે ટૂંક સમયમાં જ આ બંને લગ્નના બંધનમાં બંધાવાના છે.

થોડા દિવસ પહેલા અર્જુન કપૂર અને મલાઈકા અરોડા બંને સાથે જોવા મળ્યા હતાં, તેવી તસ્વીર જોવા મળી હતી. સમાચાર છે કે કથિત કપલ અર્જુન અને મલાઈકા જેમણે હંમેશા પોતાના સંબંધો અંગે મૌન સેવ્યું છે. આ મુદ્દે તેઓ ટૂંક સમયમાં સત્તાવાર કરવાના છે. બંને રિલેશનશીપમાં હોવાના સમાચાર ઘણાં વર્ષોથી આવી રહ્યાં છે ત્યાં સુધી કે મલાઈકા આ સમાચારને ઘણી વખત ફગાવી ચૂકી છે અને કહ્યું છે કે તેઓ એક સારા મિત્ર છે.

આ દરમ્યાન એક તાજા રિપોર્ટ મુજબ, મલાઈકા અને અર્જુન આગામી વર્ષે લગ્નની તૈયારી કરવા જઈ રહ્યાં છે અને પોતાનો સંબંધ ટૂંક સમયમાં લોકોની સામે લાવશે. થોડા દિવસ પહેલા બંને અબુ જાની અને સંદીપ ખોસલાના શોમાં એક સાથે જોવા મળ્યા હતાં. ત્યારબાદ રિઆલિટી શોમાં મલાઈકાની સાથે અર્જુનનો ડાન્સ જોઈને બંનેના રિલેશનશીપ અંગે પણ ચર્ચા શરૂ થઈ હતી.

ફિલ્મફેરની રિપોર્ટ મુજબ, બંનેના નજીકના સૂત્રએ જણાવ્યું છે કે મલાઈકા અને અર્જુન એકબીજાને ઘણાં પસંદ કરે છે. બંનેએ એકબીજા વિશે ક્યારેય વાતચીત કરી નથી, પરંતુ બંને પોતાની અંગત મજામાં ઘણા ખુશ છે. બંને એક સીરિયસ રિલેશનશિપમાં છે, અને મલાઇકા અને અર્જુન આગામી વર્ષે લગ્ન કરવાનું વિચારી રહ્યાં છે.

READ ALSO

Related posts

નશાની હાલતમાં 121 વર્ષ પહેલા આ વૃક્ષની કરવામાં આવી હતી ધરપકડ , કારણ જાણીને તમે પણ પકડી લેશો પેટ

Nilesh Jethva

હીંગનાં સેવનથી થાય છે ગુણકારી ફાયદાઓ, જાણશો તો રહી જશો દંગ

Path Shah

શ્રીકાંત, પ્રણીત અને પ્રણોય બેડમિન્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપનાં બીજા રાઉન્ડમાં પહોચ્યા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!