GSTV
Bollywood Entertainment Trending

અરિજીત સિંહ સ્કૂટર પરથી રાશન ખરીદવા નીકળ્યો, લોકોએ કહ્યું- તમે પૈસા બચાવો છો

ઇન્ડિયન મ્યુઝિક સેન્સેશન અરિજિત સિંહનું નામ પડતાં જ કેસરિયા તેરા ઇશ્ક, મેરી આશિકી જેવા સોન્ગમાં પોતાનો અવાજ આપીને સિંગરે પોતાના દમ પર લોકોના દિલોમાં સ્થાન મેળવ્યુ છે. એક સ્ટાર બની ગયા પછી એક્ટર કે સિંગરની લાઇફ લક્ઝ્યુરિયસ બની જાય છે. કારમાં મુસાફરી કરવી અને વૈભવી જીવનશૈલી જીવવી એ લગભગ સેલિબ્રિટી બનવાની શરત છે.

પરંતૂ અરિજીત સિંહ ખૂબ અલગ છે. ફેમસ સિંગર અરિજીત સિંહ શેરીમાં ફરતો જોવા મળ્યો ગાયકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ગ્રોસરી શોપિંગ કરતો અને પડોશીઓ સાથે ગપસપ કરતો જોવા મળી રહ્યો છે. તે ઘણીવાર તેના વતન મુર્શિદાબાદ, પશ્ચિમ બંગાળમાં આ રીતે ફરતો જોવા મળે છે.

આ વખતે લોકપ્રિય ગાયકે સ્કૂટર પર મુસાફરી કરીને કાર સવારીની લક્ઝરી લાઈફને પાછળ છોડી દીધી છે. સિંગરના હાથમાં બેગ લઈને ટુ-વ્હીલર તરફ ચાલતો જોઈ શકાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અરિજિતે તેના પડોશીઓને શુભેચ્છા પાઠવતા બંગાળીમાં વાત કરી હતી.

વીડિયો જોયા બાદ લોકોએ આપી આવી પ્રતિક્રિયાઓ :

અરિજિત ઘરનું આ કામ કરતી વખતે પણ હલકા અંદાજમાં મધુર સ્મિત સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો છે. વિડિયો વાયુવેગે વાયરલ થતા ફેન્સ સિંગરના ભરપેટ વખાણ કરી રહ્યાં છે. ચાહકો અરિજિતના ડાઉન-ટુ-અર્થ વર્તનની પ્રશંસા કરી રહ્યાં છે. એક યુઝર્સે તેને સોશિયલ મીડિયા પર ‘અસલી હીરો’ કહ્યો અને તો બીજા યુઝર્સે તેના વખાણ કર્યા કે આ હૃદયસમ્રાટ વ્યક્તિત્વ છે. એક પ્રશંસકે લખ્યું, “અરિજિત સિંહ મારો પ્રેમ છે.”

જોકે તેના હેલ્મેટ ન પહેરવા બદલ ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર ફની પ્રતિક્રિયાઓ પણ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અરિજિતનો આ વાયરલ વીડિયો IPL 2023ની ઓપનિંગ સેરેમની દરમિયાન MS Dhoniના પગને સ્પર્શ કરીને ડાઇ-હાર્ડ ક્રિકેટ ચાહકોના દિલ જીત્યાના એક મહિના પછી આવ્યો છે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’

Hardik Hingu

નસીરુદ્દીન શાહે માંગવી પડી પાકિસ્તાનીઓની માફી, જાણો શું છે મામલો

Nakulsinh Gohil

WTC FINAL : શુભમન ગિલના આઉટ પર સર્જાયો વિવાદ, સોશિયલ મીડિયામાં #NOTOUT ટ્રેન્ડ થયું

Hardik Hingu
GSTV