GSTV

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

કોરોના રોગચાળાને કારણે, આજકાલ આર્જેન્ટિનામાં સંસદ સત્રની કાર્યવાહી ઓનલાઇન ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સાંસદ જુઆન એમિલિઓ અમેરીએ ઓનલાઇન સત્ર દરમિયાન તેના સાથી સાથે પ્રાઈવેટ પાર્ટને ચુંબન કરવાનું શરૂ કરી દીધુ હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે સાંસદે ચર્ચાના ભાગમાં સામેલ સાંસદોની સામે જ ચર્ચા દરમિયાન પ્રાઈવેટ પાર્ટને ચુંબન કરવા લાગ્યા હતા. આર્જેન્ટિનાના નીચલા ગૃહના તમામ સભ્યોને આશ્ચર્ય થયું હતું. આ પછી તેની વર્તણૂકને કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બાદમાં, આ કેસમાં સાંસદ અમેરીએ પણ તેમના વતી સ્પષ્ટતા જાહેર કરી છે.

આ કેસમાં સાંસદ અમેરીએ બાદમાં રેડિયો ઇન્ટરવ્યૂમાં માફી માંગી હતી. તેણે કહ્યું કે તેઓને ખબર નહોતી કે, લાઈવ ચાલી રહ્યુ છે. આ પછી, સાંસદે એમ પણ કહ્યું કે તાજેતરમાં સાથીએ બ્રેસ્ટ સર્જરી કરાવી હતી. તેથી જ મેં તેને નજીક બોલાવી અને પૂછ્યું કે સર્જરી પછી તેના ઈમ્પ્લાન્ટ કેવા છે અને પછી જ મેં તેને કિસ કરી લીધી. સાસંદ અમેરીએ વિચાર્યું હશે કે તે ઓફલાઇન છે, પરંતુ તે પછી તરત જ ફૂટેજ વાયરલ થઈ ગયા હતા. આ સમય દરમિયાન, સાંસદનું આ વર્તન માત્ર અન્ય સાંસદો જ નહીં પરંતુ તે સમયે ગૃહની કાર્યવાહી પર નજર રાખનારા બધા લોકો દ્વારા પણ જોવામાં આવ્યું હતું.

આ ઘટના એક મહત્વપૂર્ણ ચર્ચા દરમિયાન બની હતી

જણાવી દઈએ કે આ નિંદનીય ઘટના ગૃહમાં પેન્શન ફંડના રોકાણ અંગેની એક મહત્વપૂર્ણ ચર્ચા દરમિયાન બની હતી અને આ ઘટના ટીવી અને યુટ્યુબ ચેનલો દ્વારા લાઈવ પ્રસારિત થાય છે. આ ઘટના પછી, સાંસદ જુઆન એમિલિઓ અમેરીએ દાવો કર્યો હતો કે તેમને લાગ્યું કે તે ઘટના દરમિયાન ઓફલાઇન હતા. જો કે, નીચલા ગૃહના અધ્યક્ષ સેર્ગીયો મસાએ આદેશ આપ્યા બાદ તેમને ગુરુવારે રાજીનામું આપવું પડ્યું હતું. અધ્યક્ષે કહ્યું કે સત્ર દરમિયાન સાંસદ પાસેથી આવા વર્તનની અપેક્ષા નથી. આ વર્તનથી ગૃહ શરમજનક બની ગયું છે.

READ ALSO

Related posts

સરકારી ગોદામમાં સડી ગઈ 32,000 ટન ડુંગળી, બફર સ્ટોકમાં વધી છે હવે ફક્ત 25 હજાર ટન ડુંગળી

Pravin Makwana

ભાજપ અગ્રણી પીવીએસ શર્માને ત્યાં આઇટીની રેડ દરમિયાન મળી આવ્યા અધધ રોકડ રકમ અને સોનું

Nilesh Jethva

WhatsApp યુઝર્સ માટે મોટી ખબરઃ હવે ફ્રીમાં નહીં હોય આ સર્વિસ, ચૂકવવો પડશે ચાર્જ

Karan
Do NOT follow this link or you will be banned from the site!