GSTV

બરફવર્ષાના કારણે શ્રીનગર-કારગીલ હાઈ-વે બંધ, ચશ્મામાં ભૂસ્ખલનના કારણે ત્રણના મોત

Last Updated on November 15, 2018 by

જમ્મુ-કાશ્મીરમાં પણ હિમવર્ષાને કારણે કડકડતી ઠંડી પડી રહી છે. કાશ્મીર ખીણમાં પ્રશાસન દ્વારા ઊંચા પર્વતીય વિસ્તારોમાં તાજેતરની હિમવર્ષા બાદ સાત જિલ્લાઓમાં ઓછા ખતરાવાળી હિમસ્ખલનની ચેતવણી પણ જાહેર કરી હતી. તાજેતરની હિમવર્ષને જોતા બાંદીપુરા, બારામૂલા, અનંતનાગ, કુલગામ, બડગામ, કુપવાડા અને ગંદેરબલ જિલ્લામાં હિમસ્ખલનની દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારોમાં ચોવીસ કલાક માટે ઓછા ખતરાવાળા હિમસ્ખલનની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે.

હિમસ્ખલનની દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારોમાં લોકોને નહીં જવાની તાકીદ પણ કરવામાં આવી છે. કાશ્મીર ખીણના મોટાભાગના પહાડી વિસ્તારોમાં સોમવારથી હિમવર્ષા અથવા તો વરસાદ થઈ રહ્યો છે. શ્રીનગર-લેહ નેશનલ હાઈવે અને મુઘલ રોડ સહીતના ઘણાં માર્ગોને બંધ કરવાની ફરજ પડી છે. બુધવારે પણ જમ્મુ-કાશ્મીરમાં બરફવર્ષાનો સિલસિલો યથાવત રહ્યો હતો. કાશ્મીર ખીણના મોટાભાગના વિસ્તારોમાં બરફવર્ષાથી તાપમાનમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જમ્મુ વિસ્તારમાં વરસાદ અને બરફવર્ષાને કારણે દિવસે તાપમાન સામાન્યથી દશથી પંદર ડિગ્રી સેલ્સિયસ સુધી ગગ઼ડયું છે.

જોજિલા પાસે ઘણાં સ્થાનોએ હિમસ્ખલનની જાણકારી સામે આવી છે. પર્યટન સ્થાન નત્થાટોપમાં અડધો ફૂટ બરફવર્ષા થઈ છે. ત્રીજા દિવસે પણ રાજૌરી અને પુંછના શોપિયાંને જોડનારા મુઘલરોડ પર વાહનવ્યવહારને બંધ કરવામાં આવ્યો છે. શ્રીનગર-કારગીલ હાઈવે પણ બંધ છે. હવામાન વિભાગે શ્રીનગરમાં ગુરુવારે હવામાન સુધરવાની શક્યતા વ્યક્ત કરી છે. પરંતુ કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની શક્યતા પણ આગાહીમાં વ્યક્ત કરી છે. કાશ્મીરના વિશ્વવિખ્યાત પર્યટન સ્થાનો ગુલમર્ગ, સોનમર્ગ, જોજિલા, સાધના ટોપ, રાજદાન પાસ, કુપવાડા, બાંદીપોરા, પીર કી ગલી, શોપિયાંના ઉપરી વિસ્તારોમાં બરફવર્ષા થઈ છે.

જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર ઘણાં સ્થાનો પર ભૂસ્ખલનને કારણે બુધવારે રસ્તો થોડાક કલાકો માટે બંધ ર્હયો હતો. શ્રીનગરના એસપી રુરલ ટ્રાફિક મુઝફ્ફર અહમદ ડારે કહ્યુ છે કે જોજિલાની આસપાસ ભારે વરસાદ થયો છે. તેના કારણે શ્રીનગર-કારગીલ રાજમાર્ગ આગામી કેટલાક દિવસો સુધી બંધ રહે તેવી શક્યતા છે. ગુરુવારે જમ્મુથી શ્રીનગર જવા માટે નાના વાહનોને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે હવામાનને ધ્યાનમાં રાખીને શ્રીનગરથી જમ્મુ માટે ભારે વાહનોને મંજૂરી આપવામાં આવશે. જમ્મુમાં પણ હળવો વરસાદ થઈ રહ્યો છે.

કઠુઆ, રાજૌરી અને પુંછના નીચલા વિસ્તારોમાં વરસાદ અને પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા થઈ રહી છે. મુઘલરોડ પર સતત ત્રીજા દિવસે બરફવર્ષા થઈ છે. ઉધમપુર જિલ્લાના જુગધાર, શિવગઢ ધાર, દેરાટોપ, સ્યોજધાર, લદ્દાધાર અને અન્ય ઉંચા પહાડી વિસ્તારોમાં બરફવર્ષા અને વરસાદ થયો છે.

બેટરી ચશ્મા ક્ષેત્રમાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર પાંચમી નવેમ્બરે થયેલા ભૂસ્ખલનની ઝપટમાં આવ્યા બાદ ટ્રક સહીત ગુમ થયેલા લોકોની શોધખોળ માટે બુધવારે પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. તે વખતે ત્રણ લોકોના મૃતદેહો મળી આવ્યા હતા. એનડીઆરએફ, રામબન પોલીસની ક્યૂઆરટી, સેના અને એસડીઆરએફ દ્વારા નવમા દિવસે સર્ચ ઓપરેશનમાં ગાયબ થયેલા લોકોને જેસીબી મશીનની મદદથી કાટમાળમાંથી શોધવામાં આવ્યા હતા.

એસએસપી રામબન અનીતા શર્માએ જણાવ્યુ છે કે ગાયબ થયેલા ત્રણ લોકોની લાશ જોઈન્ટ સર્ચ ઓપરેશનમાં શોધી કાઢવામાં આવી છે. સર્ચ ઓપરેશનનું મોનિટરિંગ કરી રહેલા પ્રભારી ઈન્સ્પેક્ટર વિજય કોતવાલે કહ્યુ છે કે ત્રણેય લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે. મૃતકોની ઓળખ નવાપિંડ ગુરુદાસપુરના ટ્રક ચાલક કરતારસિંહ, સહચાલક જોગિન્દાર લાલ અને તેના પુત્ર કાશ્મીરીલાલ તરીકે થઈ છે.

Related posts

ચીન આવ્યું તાલિબાનની મદદે : શરૂ કરી પૈસાની વર્ષા, 375 મિલિયન આપવાનું આપ્યું વચન

Zainul Ansari

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!