GSTV
Home » News » આર્થિક સમસ્યાથી ઘેરાયેલા છો? કોડીના આ ઉપયોગો હંમેશા માટે દૂર કરી દેશે મુશ્કેલીઓ

આર્થિક સમસ્યાથી ઘેરાયેલા છો? કોડીના આ ઉપયોગો હંમેશા માટે દૂર કરી દેશે મુશ્કેલીઓ

જ્યોતિષ શાસ્ત્રમાં અનેક વસ્તુનો પ્રયોગ કરવામાં આવે છે. એવી જ એક વસ્તુ છે કોડી. તે સમુદ્રમાંથી નીકળે છે અને તેને ડેકોરેશન માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ધનની પ્રાપ્તિ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.

ધર્મ ગ્રંથો અનુસાર, લક્ષ્મી સમુદ્રમાંથી ઉત્પન્ન થયા અને કોડી પણ સમુદ્રમાંથી નીકળે છે. એટલા માટે કોડી ધનને આકર્ષિત કરે છે. તે સિવાય તંત્ર શાસ્ત્રમાં કોડિયો માં લક્ષ્મી સાથે જોડાયેલી છે. કોડીના આ ઉપાયોથી કોઈ પણ વ્યક્તિની પૈસાની સમસ્યા દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.

કોઈ પણ શુક્રવારના દિવસે અથવા શુભ મુહૂર્તમાં પીળા કલરની કોડી ખરીદવી. સાંજે માં લક્ષ્મીની પ્રતિમાની સામે આ કોડિયોને રાખીને વિધિ-વિધાનથી પૂજા કરવી. સાથે કોડિયોને અગરબત્તી અને ધૂપ કરવો. પૂજા પછી કોડિયોને સરખી રીતે વહેંચી લેવી.

હવે બે સ્વચ્છ લાલ કપડામાં અલગ અલગ બાંધીને તેની પોટલી બનાવવી. એકને પોતાની તિજોરીમાં રાખવી અને બીજાને પોતાના પર્સમાં રાખવી. આ તે ઉપાય છે જેનાથી મનુષ્યની કિસ્મત ચમકી ઉઠે છે. આ ઉપાયને જો દીવાળીની લક્ષ્મી પૂજામાં કરવામાં આવે તો તે સૌથી વધારે ફળપ્રાપ્તિ થાય છે. દિવાળી પર લક્ષ્મી પૂજામાં કોડીનો ઉપયોગ દરિદ્રતા દૂર કરે છે, સાથે વ્યક્તિને ધન લાભ પણ થાય છે.

તે સિવાય દિવાળીની રાતે ઘરમાં દીવો પ્રગટાવો તેના પછી એક કોડી રાખીને ચાર રસ્તા પર મુકવી. કોડીને મુકતી વખતે માં લક્ષ્મીને પોતાની સમસ્યાને દૂર કરવા માટે અચૂકથી પ્રાર્થના કરવી. તેનાથી પણ ધન સંબંધી સમસ્યાઓ દૂર થઈ જશે અને અટવાયેલા કામમાં સફળતા મળશે તેમજ વેપાર-વ્યવ્સાયમાં લાભ મળશે.

નોકરીમાં જો પ્રમોશન ન મળી રહ્યું હોય તો 11 કોડિયોને લઈને લક્ષ્મીજીના મંદિરમાં અર્પિત કરવી. તેનાથી તરત તમને પ્રમોશન મળી શકે છે. તો બીજી તરફ ઈન્ટરવ્યૂ માટે જતા પહેલાં 7 કોડિયોની પૂજા કરવી અને એક લાલ કપડું બાંધીને પોતાની સાથે લઈ જવું. તેનાથી અચૂક સફળતા મળશે.

નવું ઘર બનાવતી વખતે પાયામાં 21 કોડિયો નાંખી દેવી. આવું કરવાથી નવા ઘરમાં સુખ-શાંતિ રહેશે. જો વ્યવસાયમાં લાભ ન મળી રહ્યો હોય તો ગલ્લામાં 7 કોડિયો રાખવી અને સવાર-સાંજ તેની પૂજા કરવી. તેનાથી અચૂક ફાયદો થશે.

Read Also

Related posts

આતંકી અથડામણમાં શહીદ થયા મેજર, મોટી સંખ્યામાં લોકોએ ભીની આંખો સાથે આપી વિદાય

Path Shah

ફ્રેન્ચ અબજોપતિએ સોધેબી હાઉસ અધધ આટલા અબજ ડોલરમાં ખરીદયુ

Path Shah

ઈંગ્લેન્ડની પોતાના વિશ્વ કપના ઈતિહાસની સૌથી મોટી જીત, અફઘાનિસ્તાનને 150 રનોથી હરાવ્યું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!