GSTV

ટ્રાવેલિંગ / શું તમે ફરવાનો પ્લાનિંગ બનાવી રહ્યાં છો?, તો આ 5 ક્રેડિટ કાર્ડ્સ પર તમને થશે અનેક ફાયદાઓ

credit-card

Last Updated on December 5, 2021 by Dhruv Brahmbhatt

તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે અને દરેક લોકો આ સમયનો લાભ લેવા તૈયારી કરી રહ્યાં છે. મહામારીની વચ્ચે આ સમય ખાસ વિશેષ બની રહે છે. તમારા ટ્રાવેલ બુકિંગ પર બચત કરવામાં તમારી મદદ કરવા માટે, તમે અમુક ક્રેડિટ કાર્ડની મદદ લઈ શકો છો. બજારમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને મુસાફરી માટે ટ્રાવેલ ક્રેડિટ કાર્ડ્સ ઉપલબ્ધ છે, કે જેમાંથી તમે તમારા અનુસાર પસંદગી કરી શકો છો. ત્યારે અહીં જાણીશું તેના વિશે…

travel

HDFC Regalia ક્રેડિટ કાર્ડ

HDFC Regalia ક્રેડિટ કાર્ડમાં રૂ. 1 કરોડ સુધીનું એર એક્સિડેન્ટલ ડેથ કવર ઉપલબ્ધ છે. જેમાં 15 લાખ રૂપિયા સુધી વિદેશમાં ઈમરજન્સી હોસ્પિટલમાં દાખલ થવાનો લાભ પણ ઉપલબ્ધ છે. 2% ની વિદેશી ચલણ માર્કઅપ ફી પણ લાગે છે. તેમાં કોમ્પ્લિમેન્ટરી એરપોર્ટ લાઉન્જ એક્સેસનો બેનિફિટ પણ સામેલ છે. જેમાં ભારત અને અન્ય છ દેશોમાં 12 એરપોર્ટ લૉન્જનો પણ સમાવેશ થાય છે. આ કાર્ડ પર વાર્ષિક ફી 2,500 રૂપિયા થાય છે.

Axis વિસ્તારા સિગ્નેચર ક્રેડિટ કાર્ડ

આમાં ગ્રાહકોને વિસ્તારાના સભ્યપદનો લાભ મળે છે. આ સાથે જ ભારતની અંદર સ્થિત વિસ્તારા લૉન્જ ઍક્સેસ પણ સામેલ છે. જેમાં ગ્રાહકોને 2.5 કરોડ રૂપિયા સુધીનું એર એક્સિડન્ટ કવર પણ મળે છે. તેમાં બોનસ ક્લબ વિસ્તારા પોઈન્ટ્સ અને પ્રીમિયમ ઈકોનોમી ટિકિટ અને અન્ય લાભોનો પણ સમાવેશ થાય છે. આ કાર્ડ પર વાર્ષિક ફી 3,000 રૂપિયા છે.

credit card

એર ઈન્ડિયા SBI સિગ્નેચર ક્રેડિટ કાર્ડ

એર ઈન્ડિયા પોર્ટલ દ્વારા બુક કરવામાં આવેલી એર ઈન્ડિયા ટિકિટો પર 100 રૂપિયાના ખર્ચ પર 30 રિવૉર્ડ પોઈન્ટ્સ ઉપલબ્ધ છે. આ સાથે જ એર ઈન્ડિયા ફ્રિક્વન્ટ ફ્લાયર પ્રોગ્રામ ફ્લાઈંગ રિટર્નની મેમ્બરશિપ, પ્રાયોરિટી પાસ પ્રોગ્રામ સાથે 600થી વધુ એરપોર્ટ લાઉન્જમાં એક્સેસ વગેરેનો પણ સમાવેશ થાય છે.

SBI Card Elite ક્રેડિટ કાર્ડ

એમાં Trident Privilege મેમ્બરશિપ સાથે ક્લબ વિસ્તાર મેમ્બરશિપ અને એક અપગ્રેડ વાઉચરનો ફાયદો મળે છે. એમાં 1.99%ની ફોરેન કરન્સી માર્ક અપ ફી પણ છે. આ કાર્ડ હેઠળ, છ કોમ્પલીમેટરી ઇન્ટરનેશનલ એરપોર્ટ લોન્જ એક્સેસ મળે છે. એની સતાહૈ બે કોમ્પ્લિમેન્ટરી ઘરેલુ લોન્જ અને બીજા બેનિફિટ્સ પણ મળે છે. આ કાર્ડ પર વાર્ષિક ફી 4,999 રૂપિયા છે.

credit card

સિટી પ્રીમિયર માઈલ્સ ક્રેડિટ કાર્ડ

તે 1 કરોડ રૂપિયા સુધીનું હવાઈ અકસ્માત વીમા કવર પણ આપે છે. આમાં એરપોર્ટ લોન્જ ઍક્સેસ અને પાર્ટનર રેસ્ટોરાં પર 20 ટકા બચતનો સમાવેશ થાય છે. તમે એરલાઇન ખર્ચ પર ખર્ચવામાં આવેલા રૂ. 100 દીઠ 10 માઇલ અને ખર્ચવામાં આવેલા રૂ. 100 પર 4 માઇલ કમાઇ શકો છો. તમે 100 થી વધુ હોટલ અને એરલાઇન ભાગીદારો પર માઇલ રિડીમ કરી શકો છો અને તેઓ ક્યારેય સમાપ્ત થતા નથી. તેની વાર્ષિક ફી અરજી સમયે જણાવવામાં આવી છે.

READ ALSO :

Related posts

જોરદાર સ્કીમ/ 25 રૂપિયા લીટર સસ્તું પેટ્રોલ મેળવવાનો મોકો, આ રીતે ફટાફટ ઉઠાવો લાભ

Bansari

ચિંતાજનક / શું છે સુપરબગ, કેવી રીતે દર વર્ષે 13 લાખ લોકોનો લઈ રહ્યો છે જીવ: કોરોના સાથેના કનેક્શન પણ જાણી લો

GSTV Web Desk

ઘરેલૂ નુસ્ખો/ અકાળે સફેદ થઇ ગયેલા વાળ માટે અજમાવો આ કારગર ઉપાય, વૃદ્ધાવસ્થા સુધી વાળ રહેશે કાળા અને ભરાવદાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!