GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

શું તમારું વજન વધુ છે?, તો આ 5 ડાયટને કરો પ્લાન

વજન ઘટાડવા માટે લોકો આજકાલ વિવિધ પ્રકારનાં ખોરાકને અનુસરી રહ્યા છે. કેટલાક લોકો માટે વજન ઘટાડવું સહેલું છે જ્યારે કેટલાક લોકોએ તેના માટે સખત મહેનત કરવી પડે છે. વધતા જતા વજનથી પરેશાન લોકો તેમના મુજબના નવા-નવા ડાયટ મુજબના ખોરાકને ટ્રેન્ડ બનાવતા રહે છે. તેઓ આ ડાયટ ટ્રેન્ડને સમયે-સમયે બદલતા પણ રહે છે. તો આજે આપણે જાણીશું અત્યાર સુધીના સૌથી અજીબ વજન ઘટાડવાના ડાયટ ટ્રેન્ડ વિશે….

બેબી ફૂડ ડાયટ- આ બેબી ફૂડ ડાયટમાં ઓછી કેલેરી હોવાથી તેને લોકોએ ટ્રેન્ડ બનાવી દીધો છે. આ પ્રકારના ડાયટમાં લોકોએ ખોરાકને બદલે બેબી ફુડ ખાવાનું શરૂ કર્યું છે. આ બેબી ફૂડને નાસ્તા તરીકે લેવામાં આવે છે.

ફળો અને શાકભાજીનો જ્યુસ – જ્યુસ ડાયટમાં કોઈપણ પ્રકારનો ખોરાક સામેલ હોતો નથી. આ ડાયટમાં લોકો ફક્ત ફળ અને શાકભાજીના જ્યુસ પીતા હોય છે અને કંઈપણ ખાતા નથી. વજન ઘટાડવા માટે આ સૌથી લોકપ્રિય ડાયટ છે.

અરીસાની સામે ઉભી રહી પોતાને જ જમવાનું આરોગતા જોવું ખુબ જ અજીબ છે. આ ડાયટને ફોલો કરનારાઓનો પોતાનો તર્ક છે. આ ડાયટને ફોલો કરનારાઓનું કહેવું છે કે, અરીસાની સામે ઉભી રહી જમવાનું આરોગવાથી તેમને જાણવા મળે છે કે તેઓ કેટલું જમવાનું ખાય છે અને તેઓ ડાયટનું પ્રમાણ ઘટાડી દે છે. ડાર્ક બ્લ્યુ કલરની પ્લેટમાં જમવાનું એવું માનવામાં આવે છે કે, ડાર્ક બ્લ્યૂ કલરની પ્લેટમાં ખોરાક ખાવાથી જલ્દી ભુખ લાગતી નથી. આ ડાયટનું પાલન કરનારાઓ કહે છે કે, લોકો લાઇટ કલર પ્લેટમાં વધુ ખોરાક લે છે, જ્યારે ડાર્ક કલર પ્લેટમાં ખોરાક ઓછો હોવા છતાં વધુ દેખાય છે.

સલાડ- કાચા ખોરાક હેઠળના ડાયટમાં છોડ આધારિત ખોરાકનો સમાવેશ થાય છે, જેમાં આવા ખોરાકને 46 ડિગ્રી સેલ્સિયસથી ઉપર બનાવવામાં અથવા ગરમ કરવામાં આવે છે. આ કાચો ખોરાક ખાસ કરીને ઓર્ગેનિક હોય છે, પરંતુ લોકો આ પ્રકારનો ખોરાક બનાવવાનું પાલન કરી શકતા નથી.’

READ ALSO

Related posts

મુંબઈમાં 24 કલાકમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ, દુકાનોમાં ભરાયા પાણી

Mansi Patel

ગાંધીનગરમાં સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં આદિજાતિ વિકાસની યોજાઈ બેઠક, મહત્વની બાબતો પર થઈ ચર્ચા

pratik shah

હવે WHO ચીનની ખોલશે પોલ : કોરોના વાયરસનું મૂળ શોધી કાઢશે, શું ચીને પૂરાવાનો નાશ કર્યો ?

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!