શું તમે -35 ડિગ્રી સેલ્શીયસમાં રહ્યાં છો? જાણો એક શહેર એવું પણ કે જ્યાં…

વિશ્વમાં એક એવુ શહેર પણ છે જેનું તાપમાન – 35 ડિગ્રી સેલ્શીયસ જેટલુ રહે છે. જ્યાં વર્ષના મોટા ભાગના દિવસે હાડ કંપાવી દેનારૂ વાતાવરણ હોય છે. આ શહેર સાઇબેરિયાનું યાકૂત્સ્ક છે. રશિયાના સુદુર વિસ્તારમાં સ્થિત યાકૂસ્ત્કને વિશ્વનું સૌથી ઠંડુ શહેર માનવામાં આવે છે. આશરે 250,000ની વસ્તી ધરાવનારા યાકૂસ્ત્કમાં તાપમાન -45 ડિગ્રી સેલ્સિયસ સુધી પણ પહોચી જાય છે. આર્કટિક રેખાથી માત્ર 450 કિમી દક્ષિણમાં સ્થિત આ શહેર લેના નદીના કિનારે વસેલુ છે.

સામાન્ય રીતે અહીંયા 12 મેથી 10 સપ્ટેમ્બર દરમિયાન ઉનાળો હોય છે. તે દરમિયાન અહીં 12થી 17 ડિગ્રી જેટલું તાપમાન હોય છે. 17 જુલાઇ અહીંયા સૌથી વધુ ગરમી પડે છે. તે દિવસે સૌથી વધુ 25 ડિગ્રી ગરમી પડતી હોય છે.

અહીંયા શિયાળાની શરૂઆત 18 નવેમ્બરથી થાય છે. અહીંયા 1 માર્ચ સુધી શિયાળો ચાલે છે. આ દરમિયાન અહીંયા સરેરાશ તાપમાન -23 ડિગ્રી જેટલું નીચું હોય છે. 13 જાન્યુઆરી અહીંયાનો સૌથી ઠંડો દિવસ હોય છે તે દિવસે સૌથી વધુ તાપમાન -36 ડિગ્રી અને સૌથી નીચું તાપમાન -41 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter