ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને આંબી રહ્યા છે જેના પગલે લોકો CNG તરફ વળ્યા છે. પરિણામે CNG ગાડીઓની માંગમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે. આ સ્થિતિ વચ્ચે નવી કાર ખરીદનાર લોકો તો CNG કાર ખરીદી રહ્યા છે પરંતુ જે લોકો સેકેન્ડ હેંડ કાર ખરીદી રહ્યા છે તેઓ બહારથી CNG કીટ ફીટ કરાવી રહ્યા છે જે તેમની ગાડી માટે નુકસાનકારક છે.

ફેક્ટરી ફીટેડ CNG કાર ખરીદવી વધુ જરૂરી
જો તમે પણ આજકાલ સેકન્ડ હેન્ડ CNG કાર ખરીદવાનું વિચારી રહ્યા છો અથવા જૂની CNG કાર ચલાવી રહ્યા છો તો તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સૌથી પહેલા તો તમારે ફેક્ટરી ફીટવાળી CNG કાર ખરીદવાનો પ્રયાસ કરવો જોઈએ કારણ કે કંપનીઓ તેમની સીએનજી કારની સલામતી પર વિશેષ ભાર મૂકે છે અને તેને એન્જિન સાથે એવી રીતે ફાઈન ટ્યુન કરે છે કે એન્જિનનું સ્વાસ્થ્ય પણ સારું રહે અને લોકોને સલામતીની સાથે સારી માઈલેજ પણ મળે.
