GSTV
Home » News » જીવનમાં છો નિરાશ? ફેંગશુઈ સાથે જોડાયેલા આ પાંચ ટિપ્સ અપનાવો, સફળતા સરનામુ શોધતી આવશે

જીવનમાં છો નિરાશ? ફેંગશુઈ સાથે જોડાયેલા આ પાંચ ટિપ્સ અપનાવો, સફળતા સરનામુ શોધતી આવશે

આમ તો જીવનમાં કંઈ પણ મેળવવા માટે વ્યક્તિને કડક પરિશ્રમ કરવો પડે છે. પરંતુ ધણી વખત ખૂબ પરિશ્રમ કર્યા બાદ પણ વ્યક્તિને જોઈએ તેવી સફળતા નથી મળતી. એવામાં ફેંગશુઈથી જોડાયેલા આ પાંચ ઉપાય તમારી મદદ કરી શકે છે. આવો જાણીએ એવા ખાસ ઉપાય જેને કરવાથી વ્યક્તિને માન-સન્માનની સાથે પૈસા પણ મળે છે.

લાલ બલ્બ

સૌથી પહેલા ઘરની દક્ષિણ દિશામાં રોજ સાંજે લાલ પ્રકાશ આપવા વાળો એક બલ્બ ચાલું કરો. યાદ રહે જો આ બલ્બ લાકડાના ટેબલ લેમ્પ પર લગાવવામાં આવ્યો હશે તો તે ઉત્તમ રહેશે. ફેંગશુઈનો આ ઉપાય પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.

ક્રિસ્ટલ ગ્લોબ

વ્યાપારમાં લાભ અને સફળતા મેળવવા માટે પોતાના કાર્યાલયના ટેબલ પર દક્ષિણી ભાગમાં એક ક્રિસ્ટલ ગ્લોબ રાખો.

ડ્રેગનની મૂર્તિ

પોતાના ઓફિસના ટેબલ પર ડ્રેગનની એવી મૂર્તિ રાખી શકો છો જેની કમર પર કાચબો બેશેલો હોય. આમ કરવાથી તમને કાર્યસ્થળ પર લોકો પાસેથી મદદ મળવા ઉપરાંત વિરોધિઓ પર વિજય પણ મળશે.

જળ સ્ત્રોત

દક્ષિણ દિશામાં જળ સ્ત્રોત, જળ અથવા તો તેનાથી સંબંધિત કોઈ પણ ચિત્ર ન રાખવું જોઈએ. આવા ચિત્રો તમારી ખ્યાતિમાં અવરોધ કરે છે.

વિંડ ચાઈમ

પોતાના ઘર કે ઓફિસની દક્ષિણ દિશામાં 9 રોડ વાળા લાકડાથી બનેલા વિંડ ચાઈમ લગાવવાથી ફાયદો થશે.

Read Also

Related posts

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah

નાસાએ મંગળની ધરતી પર પ્રથમ વખત ધરતીકંપ નોંધ્યો

Path Shah

ગાંધીનગર લોકસભા બેઠકનાં બાપુપુરા બૂથ પર બોગસ વોટીંગનો મામલો, ફેરમતદાનની માગ

Riyaz Parmar